Not Set/ બિહાર ચૂંટણી/ લાલુને મળશે જામીન…? કરી શકશે પ્રચાર…?

હજુ તો બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચારની શરૂઆત પણ થઈ નથી અને લોકો અત્યારથી જ લાલુ પ્રસાદ યાદવની કમી વર્તાઇ રહી છે. આપને જણાવી દઇએ કે ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ હાલ જેલમાં છે. તેમની જામીન અરજી પર આવતીકાલે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાયબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં લાલુ પ્રસાદને રાંચીની સીબીઆઈ કોર્ટે પાંચ […]

Uncategorized
189c89f52abdc2a5a94eb93c8e4bcb42 1 બિહાર ચૂંટણી/ લાલુને મળશે જામીન...? કરી શકશે પ્રચાર...?

હજુ તો બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચારની શરૂઆત પણ થઈ નથી અને લોકો અત્યારથી જ લાલુ પ્રસાદ યાદવની કમી વર્તાઇ રહી છે. આપને જણાવી દઇએ કે ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ હાલ જેલમાં છે. તેમની જામીન અરજી પર આવતીકાલે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ઘાસચારા કૌભાંડ સંબંધિત ચાયબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં લાલુ પ્રસાદને રાંચીની સીબીઆઈ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે. 

લાલુએ તેમની જામીન અરજીમાં કહ્યું છે કે, તેમણે આ કેસમાં અડધી સજા ભોગવી છે, તેના આધારે જામીન મળવા જોઈએ. 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન સીબીઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઇએ પોતાનો જવાબ દાખલ કરતી વખતે કહ્યું હતું કે લાલુને ચાર કેસમાં સજા ફટકારવામાં આવી છે. તમામ કેસોની સજા જુદી છે. જ્યાં સુધી કોર્ટ સંબંધિત તમામ સજાઓને સાથે રાખવાનો હુકમ નહીં કરે ત્યાં સુધી તમામ ખટલા અલગથી ચાલશે. બધામાં અડધી સજા ભોગવ્યા બાદ જ તેઓ જામીન મેળવી શકે છે.

તેજસ્વી યાદવે જેડીયુ પર પ્રહાર કરતા કહ્યું- નીતિશ કુમાર આ માટે માફી માંગશે?
આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે પૂર્ણિયામાં આરજેડી દલિત નેતાની હત્યાના મામલામાં મારા અને મારા ભાઈ પર રાજકીય ષડયંત્ર હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ગુરુવારે પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા તેજસ્વીએ કહ્યું કે શાસક પક્ષે ખોટા આક્ષેપો કર્યા છે. બુધવારે તેજસ્વી યાદવે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને પત્ર લખીને સીબીઆઈને આ મામલાની તપાસ કરવા ભલામણ માંગી હતી.

તેજસ્વીએ કહ્યું, ‘આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નિવેદનોથી સ્પષ્ટ છે કે રાજકીય ષડયંત્ર હેઠળ અમારું નામ આ કેસમાં ખેંચાયું છે. શાસક પક્ષે મારા અને મારા ભાઈ પર ખોટા આરોપ લગાવ્યા છે. ‘ આરજેડી નેતાએ કહ્યું કે, ‘હું મુખ્યમંત્રીને પૂછવા માંગું છું કે ખોટા આક્ષેપો કરવામાં તેઓ એટલા ડરે છે અને હેબતાય ગયા છે? કે, જેડીયુ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમના પ્રવક્તાઓએ પાયાવિહોણા આક્ષેપો કર્યા, નીતીશ કુમાર આ માટે માફી માંગશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews