Not Set/ વિદેશી ફંડિંગ બંધ થતા દલિતો માટે કામ કરતી NGO નવસર્જને 80 કર્મચારીઓને છુટા કર્યા

અમદાવાદઃ દલિતો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા નવસર્જનનું FRCA સર્ટિફિકેટ રદ્દ થતા હવે તે ફોરેન ફંડિંગ મેળવી નહી શકે. આથી સંસ્થાના કર્મચારીઓના પગાર અને તેનો વહીવટી ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થાય તેમ હોવાથી સંસ્થાએ તેના 80 કર્મચારીઓને બુધવારના રોજ ત્રણ મહિનાનો પગાર આપીને તાત્કાલિક અસરથી છુટ્ટા કર્યા છે. નવસર્જન છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં […]

Uncategorized

અમદાવાદઃ દલિતો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા નવસર્જનનું FRCA સર્ટિફિકેટ રદ્દ થતા હવે તે ફોરેન ફંડિંગ મેળવી નહી શકે. આથી સંસ્થાના કર્મચારીઓના પગાર અને તેનો વહીવટી ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થાય તેમ હોવાથી સંસ્થાએ તેના 80 કર્મચારીઓને બુધવારના રોજ ત્રણ મહિનાનો પગાર આપીને તાત્કાલિક અસરથી છુટ્ટા કર્યા છે.

નવસર્જન છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં દલિતોના અધિકાર અને ન્યાય માટે કામ કરી રહી છે. સંસ્થાનું ફોરેન ફંડિંગ બંધ થતા હવે સંસ્થાના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

અંગે સંસ્થાના ફાઉન્ડિંગ ટ્રસ્ટી માર્ટીન મેકવાને જણાવ્યું કે, અમારી પ્રવૃત્તિને દેશહિત વિરોધી ગણાવીને કેન્દ્ર સરકારે નવસર્જનનું FRCA સર્ટિફિકેટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. તેથી વિદેશથી આવતું ફંડ બંધ થઈ જતા સંસ્થાના કાર્યકરોને પગાર ચૂકવવો મુશ્કેલ થઈ પડશે. કારણથી તેમને છુટ્ટા કરવા પડ્યા છે. માર્ટીન મેકવાને જણાવ્યું કે, કેન્દ્રએ અમારી પ્રવૃત્તિને દેશહિત વિરોધી કયા આધાર પર ગણાવી છે તેની કોઈ સ્પષ્ટતા નથી. નિર્ણય સામે અમે સુપ્રીમમાં લડીશું.
શું દલિતો માટે કામ કરવું દેશહિત વિરોધી છે

માર્ટીન મેકવાને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, નવસર્જન સંસ્થા માનવ અધિકારો, તે અંગેની જાગૃતિ કેળવવી તેમજ દલિતોને ન્યાય મળે તે માટે કામ કરે છે. શું કાર્ય દેશહિત વિરોધી છે.

20 વર્ષથી કામ કરતા કર્મીઓ હવે ક્યાં જશે?

માર્ટીનમેકવાને જણાવ્યું કે, છુટ્ટા કરેલા 80માંથી મોટા ભાગના કર્મચારીઓ સંસ્થા માટે 20 વર્ષથી કામ કરતા હતા. તમામ કર્મીઓ પર પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી છે હવે તેઓ ક્યાં