Not Set/ બીજેપી માટે માથાના દુઃખાવા સમાન હાર્દિક પટેલ બનશે શિવસેનાના CM ઉમેદવાર

મુબઇઃ હાર્દિક પટેલે મુંબઇમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી જેમા બંને વચ્ચે એક કલાક સુધી ચર્ચા થઇ હતી ત્યાર બાદ બંને એ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી જેમાં હાર્દિક પટેલે બાલા સાહેબ ઠાકરેને પોતાના આદર્શ ગણાવ્યા હતા. તો બીજી તરફ ઉદ્વવ ઠાકરે દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને ગુજરાતમાં શિવસેનાના ચહેરા […]

Uncategorized
WhatsApp Image 2017 02 07 at 4.06.57 PM બીજેપી માટે માથાના દુઃખાવા સમાન હાર્દિક પટેલ બનશે શિવસેનાના CM ઉમેદવાર

મુબઇઃ હાર્દિક પટેલે મુંબઇમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી જેમા બંને વચ્ચે એક કલાક સુધી ચર્ચા થઇ હતી ત્યાર બાદ બંને એ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી જેમાં હાર્દિક પટેલે બાલા સાહેબ ઠાકરેને પોતાના આદર્શ ગણાવ્યા હતા. તો બીજી તરફ ઉદ્વવ ઠાકરે દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને ગુજરાતમાં શિવસેનાના ચહેરા તરીકે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રમાં શિવ સેના અને બીજેપી વચ્ચેના 25 વર્ષ જૂના ગંઠબંધનમાં બીએમસીનીં ચૂંટણી દરમિયાન ભંગાણ થયું છે. શિવસેના દ્વારા સતત મોદી સરકાર પર નોટબંધીથી લઇને વિવિધ મુદ્દે પ્રહાર કરવાામાં આવે છે. ગુજરાતમાં હાર્દિક બીજેપી વિરોધી છે. તે જોતા શિવસેના માટે જો હાર્દિક ચૂંટણી જંગમાં ઉતરશે તો બીજેપી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા જમાવ્યું હતું કે, જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહી મળે  ત્યાં સુધી રાજકીય પાર્ટીમાં નહી જાડાય. ચૂંટણી લડવાની મારી ઉમર નથી અને લોકોને મળીને સાથે લેવા રાજનીતિ નથી. હું નાના પરિવારમાંથી આવ્યો છું સિદ્ધાંતોની લડાઇ લડવા માંગુ છું. ખેડૂત પરિવારમાંથી આવું છું સીએણ નહી કોમન મેન બનવું છે.

હાર્દિક પટેલે બાલા એકથા ટાઇગર કહીને સંબોધન કર્યું હતું. સીએમ નહી પણ કોમન મેન બનાવાની વાત કરી હતી.

WhatsApp Image 2017 02 07 at 4.06.50 PM બીજેપી માટે માથાના દુઃખાવા સમાન હાર્દિક પટેલ બનશે શિવસેનાના CM ઉમેદવાર