ભાવનગર પોલીસને મોટી સફળતા મળી છે. જી હા, પોલીસે છેલ્લાં છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ આરોપી કોઇ જેવો તેવો આરોપી નથી પરંતુ ગુજરાતભરના લાખો – હજારો યુવકો-યુવતીઓનાં ભવિષ્યને અંધકાર મય કરી દેનારા બિન સચિવાલય પેપર કાંડનો આરોપી છે.
પોલીસે પેપર કાંડના આરોપી પ્રવીણ દાન ગઢવીની ધરપકડ કરી છે. બાતમીના આધારે આ આરોપીને પાલિતાણા પોલીસે ઝડપ્યો છે. પાલિતાણા પોલીસ દ્વારા આરોપીને પાલિતાણાનાં અખાડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં ખલબલી મચાવનાર પેપર કાંડનો આરોપી પોલીસની ઝપેટમાં આવી જતા, પેપરકાંડનાં અનેક આંટાપાટા સામે આવે તેવી વકી છે. આ કાંડમાં પોલીસ પુછપરછમાં કોઇ માટા માથાનું નામ પણ સામે આવી શકે છે. હાલ પોલીસ સમગ્ર મામલે સધન પુછપરછ કરી સત્ય સામે લાવવા કોશિશ કરશે તે વાત ચોક્કસ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
