Not Set/ બેંક નોટ અને મોબાઇલની સ્ક્રીન પર 28 દિવસ જીવંત રહી શકે છે કોરોનાવાયરસ : સ્ટડીમાં ખુલાસો

  વિશ્વનાં લગભગ તમામ દેશ કોરોનાવાયરસથી પીડાઇ રહ્યા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ-19 નાં 3.71 કરોડ કેસ નોંધાયા છે અને 10 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 70 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 60 લાખથી વધુ દર્દીઓ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. દરમિયાન, એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાવાયરસ […]

World
26f1dd39678facc20f3140939535a4c5 બેંક નોટ અને મોબાઇલની સ્ક્રીન પર 28 દિવસ જીવંત રહી શકે છે કોરોનાવાયરસ : સ્ટડીમાં ખુલાસો
 

વિશ્વનાં લગભગ તમામ દેશ કોરોનાવાયરસથી પીડાઇ રહ્યા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ-19 નાં 3.71 કરોડ કેસ નોંધાયા છે અને 10 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 70 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 60 લાખથી વધુ દર્દીઓ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે.

દરમિયાન, એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાવાયરસ બેંક નોટ અને મોબાઇલ ફોન જેવા ઉત્પાદનો પર ઠંડા અને ડાર્ક પરિસ્થિતિઓમાં 28 દિવસ સુધી જીવંત રહી શકે છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સાયન્સ એજન્સીએ આ વાત કહી હતી. એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, સીએસઆઈઆરઓનાં ડિસીઝ પ્રીપેડનેસ સેન્ટરનાં સંશોધનકારોએ આ વાતનું પરીક્ષણ કર્યું છે કે, SARS-CoV-2 અંધારામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી કેટલો સમય જીવંત રહી શકે છે. આ પરીક્ષણમાં, એવું જાણવા મળ્યું છે કે, ગરમ પરિસ્થિતિમાં વાયરસનાં જીવંત રહેવાનો દર ઘટે છે.

વૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યુ કે, SARS-CoV-2 વાયરસ ગ્લાસ (મોબાઈલ ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિક બેંક નોટ ઉપર 20° સે. તાપમાને ઝડપથી ફેલાય છે અને તે 28 દિવસ સુધી જીવી શકે છે. 30 ડિગ્રી (86 ફેરનહિટ) પર વાયરસનાં અસ્તિત્વની સંભાવના સાત દિવસમાં ઘટી છે જ્યારે 40 ડિગ્રી (104 ફેરનહિટ) પર વાયરસ ફક્ત 24 કલાક જ જીવી શકે છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે વાયરસ ઓછા તાપમાને રફ સપાટી પર લાંબા સમય સુધી જીવી શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે તે કપડા જેવી સપાટી પર 14 દિવસ બાદ જીવંત રહી શકતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.