Not Set/ એવુ તે શું બન્યુ મુંબઈની લોકલમાં કે લાખો મુસાફરો ફસાયા

મુંબઇના કેટલાક ભાગોમાં પાવર કટથી લોકલથી મુસાફરી કરતા લાખો યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મુંબઇ, થાણે, નવી મુંબઈ અને અન્ય ભાગોમાં વીજળી ગુલ થઇ ગઈ છે. આને કારણે મુંબઇ લોકલની ગતિ પણ અટકી ગઈ હતી. ગ્રીડ નિષ્ફળતાને કારણે ચર્ચગેટથી વસઈ રેલ્વે સ્ટેશનની વચ્ચે પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે. Maharashtra: […]

Uncategorized
3f6cb18c7d511fc1ce43412ea0116307 1 એવુ તે શું બન્યુ મુંબઈની લોકલમાં કે લાખો મુસાફરો ફસાયા

મુંબઇના કેટલાક ભાગોમાં પાવર કટથી લોકલથી મુસાફરી કરતા લાખો યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મુંબઇ, થાણે, નવી મુંબઈ અને અન્ય ભાગોમાં વીજળી ગુલ થઇ ગઈ છે. આને કારણે મુંબઇ લોકલની ગતિ પણ અટકી ગઈ હતી. ગ્રીડ નિષ્ફળતાને કારણે ચર્ચગેટથી વસઈ રેલ્વે સ્ટેશનની વચ્ચે પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈને વીજ પુરવઠો લાઇન અને ટ્રાન્સફોર્મર (કલવા-પદ્ઘે અને ખાર્જર આઈસીટી) સિસ્ટમમાં ટ્રિપિંગ થઈ છે. તેનાથી મુંબઇ અને પરા વિસ્તારોમાં સપ્લાય પર અસર પડી છે. એક અધિકારીએ જણાવ્યું છે કે પુનસ્થાપન પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ટાટા પાવરના વીજ પુરવઠામાં નિષ્ફળતાને કારણે શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

અધિકારીઓનો અંદાજ છે કે 45 મિનિટથી એક કલાકમાં વીજ પુરવઠો પુનસ્થાપિત કરવામાં આવશે. કલવામાં સેન્ટ્રલ ગ્રીડ નિષ્ફળતાને કારણે મુંબઈ અને આજુબાજુના વિસ્તારોને અસર થવાને કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ