Not Set/ બ્રિકસમાં પીએમ મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો

ચીનના શ્યામનમાં ચાલી રહેલા બ્રિકસ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો છે. પીએમ મોદીના આ મુદ્દાની અસર પણ જોવા મળી રહી છે. બ્રિકસ શ્યામન ૨૦૧૭ના ઘોષણાપત્રમાં આતંકવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત ૧૦ આતંકી સંગઠનોના નામ દર્શાવવામાં આવ્યા છે. બ્રિકસ ૨૦૧૭ના ઘોષણાપત્રના ૪૮ માં પેરેગ્રાફમાં બ્રિકસ દેશો દ્વારા આતંકવાદ પર ચિંતા […]

India World
images 3 1 બ્રિકસમાં પીએમ મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો

ચીનના શ્યામનમાં ચાલી રહેલા બ્રિકસ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો છે. પીએમ મોદીના આ મુદ્દાની અસર પણ જોવા મળી રહી છે. બ્રિકસ શ્યામન ૨૦૧૭ના ઘોષણાપત્રમાં આતંકવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત ૧૦ આતંકી સંગઠનોના નામ દર્શાવવામાં આવ્યા છે.

બ્રિકસ ૨૦૧૭ના ઘોષણાપત્રના ૪૮ માં પેરેગ્રાફમાં બ્રિકસ દેશો દ્વારા આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘોષણાપત્રમાં લખવામાં આવ્યું કે, આતંકવાદને કોઈ પણ રીતે સ્વીકારવામાં નહિ આવે તેમજ બધા બ્રિકસ દેશો એકજૂથ થઈને આતંકવાદ સામે લડશે.