Not Set/ ‘બ્લૂ વ્હેલ’ સામે ‘પિંક વ્હેલ’

શહેરની એક 14 વર્ષની છોકરીએ થોડા દિવસ પહેલાં રશિયામાં પોપ્યુલર થયેલી બ્લૂ વ્હેલ ગેમ રમતી વખતે બિલ્ડિંગથી કુદીને સુસાઈડ કરી લીધું હતું. ત્યારપછીથી સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે રશિયન પોલીસે આ ગેમની માસ્ટર માઈન્ડ એક 17 વર્ષની છોકરીની ધરપકડ કરી છે. 130થી વધારે સુસાઈડ પછી બદનામ થયેલી આ ગેમના વિરુદ્ધમાં […]

World Tech & Auto
75dc673e 7694 11e7 83e1 68866f5cbeee 'બ્લૂ વ્હેલ' સામે 'પિંક વ્હેલ'

શહેરની એક 14 વર્ષની છોકરીએ થોડા દિવસ પહેલાં રશિયામાં પોપ્યુલર થયેલી બ્લૂ વ્હેલ ગેમ રમતી વખતે બિલ્ડિંગથી કુદીને સુસાઈડ કરી લીધું હતું. ત્યારપછીથી સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે રશિયન પોલીસે આ ગેમની માસ્ટર માઈન્ડ એક 17 વર્ષની છોકરીની ધરપકડ કરી છે. 130થી વધારે સુસાઈડ પછી બદનામ થયેલી આ ગેમના વિરુદ્ધમાં યુઝર્સને ચેલેન્જ આપવા માટે નવી પિંક વ્હેલ ગેમ આવી છે..’બ્લૂ વ્હેલ’ સામે આ ‘પિંક વ્હેલ’, ગેમ ઈન્ટરનેટ પોપ્યુલર થઈ રહી છે.130થી વધારે સુસાઈડ પછી બદનામ થયેલી આ ગેમ સામે યુઝર્સને ચેલેન્જ આપવા માટે આવી છે પિંક વ્હેલ ગેમ.આ ગેમ ‘બ્લૂ વ્હેલ’ ગેમથી એકદમ અલગ છે અને તેને બ્લૂ વ્હેલ ગેમની વિરુદ્ધની બનાવવામાં આવી છે. આ બ્લૂ વ્હેલ ગેમથી અલગ પ્રેમનો મેસેજ ફેલાવે તે પ્રમાણેની બનાવવામાં આવી છે. પિંક વ્હેલમાં પણ યુઝર્સને ચેલેન્જ આપાવમાં આવે છે. પરંતુ આ ચેલેન્જમાં કોઈને કે બીજાને ઈજા પહોંચાડવા માટે નહીં પરંતુ પ્રેમનો મેસેજ ફેલાવવા માટેની હોય છે. આ ગેમને બ્રાઝીલમાં બનાવવામાં આવી છે. આ ગેમ છેલ્લા કેટલાક દિવસથી ઈન્ટરનેટ પર ખૂબ પોપ્યુલર થઈ રહી છે. હાલ ફેસબુક પર પિંક વ્હેલ ગેમના 3 લાખથી વધારે ફોલોવર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર આ ગેમને ફોલો કરનારની સંખ્યા 45,000 છે.પિંક વ્હેલની ઓફિશિયલ વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, આ ગેમ બનાવવાનો હેતુ એ છે કે, ઈન્ટરનેટ પર માત્ર નફરત જ નહીં પરંતુ પ્રેમનો મેસેજ પણ ફેલાવી શકાય છે