Not Set/ ભરૂચ/નેત્રંગના કંબોડીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કરુણ મોત

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના નેત્રંગના કંબોડીયા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. નેત્રંગ રોડ પર એક કાર વૃક્ષ સાથે ટકરાતા ત્રણ મહિલાઓ સહીત 4ના મોત નિપજ્યા હતા. કારમાં આઠ લોકો સવાર હતા. […]

Gujarat Others
ab2939153a580de954d216a2595beecf ભરૂચ/નેત્રંગના કંબોડીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કરુણ મોત

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના નેત્રંગના કંબોડીયા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. નેત્રંગ રોડ પર એક કાર વૃક્ષ સાથે ટકરાતા ત્રણ મહિલાઓ સહીત 4ના મોત નિપજ્યા હતા. કારમાં આઠ લોકો સવાર હતા. કાર વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી આ ગોઝારા અકસ્મતામાં 4 લોકોના મોત થયા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.

આપને જણાવી દઈએ કે, નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશભાઇ  નટવરભાઇ વસાવા  સફેદ રંગની સ્ક્રોપિયો ગાડી  લઇ  ૩૦ મી સપ્ટેમ્બરના રોજ કોઇક કામ અર્થે કેટલાક લોકો સાથે નેત્રંગ આવેલ હતા.રાત્રે  11 વાગ્યાની આસપાસ ઝરણાવાડી ગામે પરત જતા હતા.તે દરમ્યાન એક અજાણ્યા વાહન ચાલકે ચાસવડ ગામની પાસે સ્ક્રોપિયો ગાડીના ચાલક ગણેશભાઇ નટવરભાઇ વસાવાની ગાડીને ડીપર મારતાં ગાડી પાછી વાળી તેનો પીછો કરતાં સ્ક્રોપિયો ગાડીના ચાલકે  સ્ટેયરીંગ ઉપરનોકાબુ ગુમાવતા કંબોડીયા-કેલ્વીકુવા ગામની વચ્ચે બે-ત્રણ પલ્ટી મારતા સ્ક્રોપિયો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

 ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવા 108 મદદે બોલાવાઈ હતી. તબીબની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ચાર લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ચાલક સહીત અન્ય 4ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.