અંજાર/ દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી, આજદિન સુધી નથી ઉકેલાયો ભેદ

તાલુકામાં દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી થઈ હતી. છતા પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી.

Gujarat Others
ચોરી

અંજાર તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાલુકામાં દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી થઈ હતી. છતા પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી.

આ પણ વાંચો: 49 આરોપીઓ દોષિત, 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

ઉલ્લેખનિય છે કે, અંજાર તાલુકાનાં વીડી ગામે પઠ્ઠાવીડી મધ્યે પુજ્ય સંધ્યા ગીરી બાપુની જગ્યામાં, શ્રીધુણા વારા ડાડા અને સેવકની મઢુલી એમ ત્રણ જગ્યો પર ચોરીની ઘટના બની હતી. જેમા ત્રણ ચાંદીના મુગટ, પિત્તળની લાલાની મુતિ, પાંચ લાખ સહિત અને અન્ય બીજી ઘણી વસ્તુઓની પણ ચોરી થયેલ હોવાનુ મનાય છે. તેમજ રાત્રીના બે વાગ્યાની સમયે ચોર ચોરી કરવા આવેલા પરંતુ તેમને ખ્યાલ ન હોવાના કારણે સીસીટીવી કેમેરા ચોર કેદ થયેલા હતા.

અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇ સુખવીરસીગ ગડ્ડએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં કુટેજ આવેલા હોવાથી ચોરીનો ભેદ ઉકેલાય જાશે, પોલીસને જલ્દી સફળતા મળશે.

હીન્દુ યુવા સંગઠન દ્વારા અલ્ટીમેટમ પોલીસને આપવામાં આવ્યું છે. જેની આજે મુદત પૂર્ણ થયેલ હોવાથી ચોરો જાણે હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત હીન્દુઓને ચેલેન્જ ફેંકતા હોય તેવો તાલ જોવા મળ્યો છે.આજદિન સુધી કોઈ પણ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે હવે જોવું રહ્યું કે, અંજારના ત્રણ મંદિરોની ચોરીનો ભેદ ક્યારે ઉકેલાશે.

આ પણ વાંચો:કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ આંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 6નાં મોત

આ પણ વાંચો: 5 વર્ષથી ચાલતા વિવાદનો અંત, બદામળી બાગ ખાતે બનશે આર્ટ ગેલેરી