Not Set/ ભાગેડુ નીરવ મોદીને લઇને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર લગાવ્યો આ આરોપ

ભાગેડુ હીરાનાં વેપારી નીરવ મોદીની તરફેણમાં કોંગ્રેસમાં જોડાનારા પૂર્વ ન્યાયાધીશ અભય થિપ્સેની જુબાની પર હવે ભાજપે શાંબ્દિક હુમલો કર્યો છે. ભાજપે કોંગ્રેસ પર ઘણા આક્ષેપો લગાવ્યા. કોંગ્રેસ પર નીરવને બચાવવાનો આરોપ લગાવતા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસે નીરવનાં મામા મેહુલ ચોક્સીને પણ મદદ કરી છે. પૂર્વ ન્યાયાધીશને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં પોતાની જુબાનીમાં […]

India
0b33ac3c2b6319529acfe2afe402cdf6 1 ભાગેડુ નીરવ મોદીને લઇને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર લગાવ્યો આ આરોપ

ભાગેડુ હીરાનાં વેપારી નીરવ મોદીની તરફેણમાં કોંગ્રેસમાં જોડાનારા પૂર્વ ન્યાયાધીશ અભય થિપ્સેની જુબાની પર હવે ભાજપે શાંબ્દિક હુમલો કર્યો છે. ભાજપે કોંગ્રેસ પર ઘણા આક્ષેપો લગાવ્યા. કોંગ્રેસ પર નીરવને બચાવવાનો આરોપ લગાવતા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસે નીરવનાં મામા મેહુલ ચોક્સીને પણ મદદ કરી છે. પૂર્વ ન્યાયાધીશને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં પોતાની જુબાનીમાં કહ્યુ કે નીરવ પર ભારતીય કાયદા મુજબ કોઈ કેસ બનતો નથી.

પ્રસાદે કહ્યું કે અભય થિપ્સે 13 જૂન 2018 નાં રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, જ્યારે થિપ્સે પાર્ટીમાં જોડાયા ત્યારે રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને અશોક ચૌહાણ પણ હાજર હતા. તેમણે કહ્યું, ‘મારો સ્પષ્ટ આરોપ એ છે કે નિવૃત્ત ન્યાયાધીશો કોંગ્રેસનાં ઇશારે કાર્ય કરી રહ્યા છે અને નીરવ મોદીને બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થિપ્સેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લંડનની કોર્ટમાં જુબાની આપી હતી કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) નાં નીરવ સામેનાં આરોપો ભારતીય કાયદા હેઠળ ટકી શકશે નહીં. જણાવી દઇએ કે, અભય થિપ્સે 2018 માં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપનાં નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું હતું કે, અહીં ભારતમાં રાહુલ ગાંધી નીરવ મોદીને લઈને સરકારને પ્રશ્નો પૂછે છે, બીજી તરફ રાહુલનાં ખાસ અને કોંગ્રેસનાં અભય થિપ્સે (પૂર્વ ન્યાયાધીશ) નીરવ મોદીની તરફેણમાં સાક્ષી બન્યા છે. એવુ શું છે કે રાહુલ ગાંધી નીરવને ભારત આવવા દેવા માંગતા નથી. તે રાત્રે રાહુલ અને નીરવ વચ્ચે પાર્ટીમાં શું સોદો થયો હતો? ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.