Not Set/ ભાજપનાં સાંસદ પ્રવેશ સાહેબ સિંહે ‘Bus વિવાદ’ પર પ્રિયંકા ગાંધીનાં નાક પર કર્યો કટાક્ષ

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લોકડાઉનનો ચોથો તબક્કો દેશભરમાં ચાલુ છે. દરમિયાન, મોટી સંખ્યામાં મજૂરોનું પોતાના વતનમાં જવા માટે પલાયન પણ ચાલુ જ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં આ મુદ્દે મોટી રાજનીતિ થઇ રહી છે. ભાજપ સરકાર અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે ઉગ્ર લડત ચાલી રહી છે. પશ્ચિમ દિલ્હીનાં ભાજપનાં સાંસદ, પ્રવેશ સાહેબ સિંહ પણ […]

India
acdae342a5d1bafebe32c1d4336c875e 1 ભાજપનાં સાંસદ પ્રવેશ સાહેબ સિંહે 'Bus વિવાદ' પર પ્રિયંકા ગાંધીનાં નાક પર કર્યો કટાક્ષ

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લોકડાઉનનો ચોથો તબક્કો દેશભરમાં ચાલુ છે. દરમિયાન, મોટી સંખ્યામાં મજૂરોનું પોતાના વતનમાં જવા માટે પલાયન પણ ચાલુ જ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં આ મુદ્દે મોટી રાજનીતિ થઇ રહી છે. ભાજપ સરકાર અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે ઉગ્ર લડત ચાલી રહી છે. પશ્ચિમ દિલ્હીનાં ભાજપનાં સાંસદ, પ્રવેશ સાહેબ સિંહ પણ હવે શાંબ્દિક લડાઇમાં કુદીને પ્રિયંકા ગાંધીનાં નાક અને દિમાગને લઇને તંજ કસ્યો છે. આ ટ્વિટ બાદ ભાજપ અને કોંગ્રેસનાં સમર્થકોએ પણ ટ્વિટર પર મોરચો સંભાળી લીધો છે.

પ્રવેશ સાહેબ સિંહે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે, નાક તેમની દાદીની જેવું છે, જ્યારે મન તેના ભાઈની જેવું છે. તેમના ટ્વિટ પર ઘણી ટિપ્પણીઓ આવી રહી છે. ઘણા લોકોએ તેમને ટેકો આપ્યો અને ઘણા લોકોએ તેમનો વિરોધ કર્યો છે. એક ટ્વિટનાં જવાબમાં, એક યૂઝર્સે તેની વિચારસરણીની તુલના ગોડસે સાથે કરી હતી. વળી અન્ય યૂઝર્સ ગજેન્દ્ર બેહેરોએ લખ્યું કે, ભાઈ બટાકાથી સોનું બનાવે છે, બહેન સ્કૂટરથી બસ બનાવે છે, ખૂબ જ ચમત્કારિક કુટુંબ છે.

આપને જણાવી દઇએ કે, મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો સખત તડકામાં તેમના ઘરો તરફ આગળ વધી રહ્યા છે. જેના પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મજૂરો માટે એક હજાર બસો ગોઠવવાની દરખાસ્ત મોકલી હતી. આ સ્વીકારતા, ઉત્તર પ્રદેશ સરકારે તેમને બસોની સૂચિ માંગી. જે બાદ કોંગ્રેસ દ્વારા અપાયેલી સૂચિમાં ઘણા ઓટો અને બાઇક શામેલ છે. ત્યારબાદથી ઉત્તર પ્રદેશ સરકાર અને કોંગ્રેસ વચ્ચે શ્રેણીબદ્ધ આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.