Not Set/ ભાજપનાં IT સેલ પર બગડ્યા સુબ્રમણ્યમ સ્વામી, કહ્યુ- અમિત માલવીયાને તુરંત નિકાળો

તમે ઘણીવાર સાંળ્યુ હશે કે ભાજપનાં આઈટી સેલથી વિરોધી પક્ષ ખૂબ પરેશાન રહે છે, પરંતુ આ વખતે તેનાથી અલગ પોતાના જ માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિ દેખાઇ રહી છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ભાજપનાં આઈટી સેલ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં તેમણે ધમકી પણ […]

Uncategorized
e90a418644fc2dfbaacd9d3a7efed4cf 1 ભાજપનાં IT સેલ પર બગડ્યા સુબ્રમણ્યમ સ્વામી, કહ્યુ- અમિત માલવીયાને તુરંત નિકાળો

તમે ઘણીવાર સાંળ્યુ હશે કે ભાજપનાં આઈટી સેલથી વિરોધી પક્ષ ખૂબ પરેશાન રહે છે, પરંતુ આ વખતે તેનાથી અલગ પોતાના જ માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિ દેખાઇ રહી છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ભાજપનાં આઈટી સેલ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં તેમણે ધમકી પણ આપી હતી.

સોમવારે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે, ભાજપ આઇટી સેલ ધૂર્તતા પર ઉતરી આવ્યુ છે. તેના કેટલાક સભ્યો નકલી આઈડી બનાવીને મારા ઉપર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે. જો મારા ફોલોવર્સ પણ બદલામાં વ્યક્તિગત રીતે કોઈ પર હુમલો કરે છે, તો પછી હું તેના માટે જવાબદાર રહીશ નહીં. આઇટી સેલની ધૂર્તતા માટે ભાજપને જવાબદાર ઠેરવી શકાય તેમ નથી, તેમ મને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. સુબ્રહ્મણ્યમ સ્વામી તેમના તીખા સ્વભાવ માટે જાણીતા છે. માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ તેમના પક્ષનાં નેતાઓ પર પણ તેમની ટિપ્પણી ઘણીવાર વિવાદનું કારણ બને છે. આવી સ્થિતિમાં તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, તેમણે કેટલાક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ભારતનાં ઘટતા જીડીપી વિશે વાત કરતા કેટલાક વીડિયો પોસ્ટ કર્યા છે. દેશનાં અર્થતંત્રને કેવી રીતે પાટા પર લાવી શકાય છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ ટ્વીટ્સ પર તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. ટ્રોલ કરનાર તે લોકો હતા જે પોતાને દેશભક્ત અને ભાજપનાં સમર્થક કહેતા હતા.

જેનાથી નારાજ સ્વામીએ @ rameshnswamy નાં ટ્વીટ પર ટ્વિટ કર્યું, જેમાં ભાજપનાં આઇટી સેલનાં વડા અમિત માલવીયાને ટ્રોલને સંભાળવાની વાત કહેવામાં આવી હતી. આ ટ્વિટમાં ભાજપનાં વડા જેપી નડ્ડા અને અમિત શાહને પણ ટેગ કરવામાં આવ્યા છે. સ્વામીં અહીં અટક્યા નહીં, પણ અમિત માલવીયાને પણ આડેહાથ લીધા અને કહ્યું કે જો ભાજપ તેમને હટાવે તો સારું. તેમણે લખ્યું કે આ માલવીયાનું કેરેક્ટર ગંદકી અને રમખાણો ફેલાવી રહ્યું છે. તેમણે લખ્યું છે કે, અમે મર્યાદા પુરષોત્તમની પાર્ટીનાં છીએ, રાવણ અને દુશાસનની પાર્ટીનાં નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.