Not Set/ ભાજપ “ભોલે”નાં શરણે, PM મોદી બાબા કેદારનાથમાં, અમિત શાહ સોમનાથમાં

લોકસભા-2019નાં ચૂંટણી પ્રચારમાંથી મુક્ત થયેલ ભાજપની શીર્ષ નેતાગીરી શીવ નાં શરણે, મહાદેવને મનાવવામાં પહોંંચેલી જોવા મળી રહી છે. જી હા ભાજપનાં બે દિગ્ગજ અને શીર્ષ નેતા PM મોદી અને અમિત શાહએ કાલે પ્રથમ વખત એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તો આજે એક સાથે પણ અગલ અગલ દેવ સ્થાને દર્શન અર્થે પહોચ્યાં છે. PM મોદી […]

Top Stories India
BJP SHIV ભાજપ "ભોલે"નાં શરણે, PM મોદી બાબા કેદારનાથમાં, અમિત શાહ સોમનાથમાં

લોકસભા-2019નાં ચૂંટણી પ્રચારમાંથી મુક્ત થયેલ ભાજપની શીર્ષ નેતાગીરી શીવ નાં શરણે, મહાદેવને મનાવવામાં પહોંંચેલી જોવા મળી રહી છે. જી હા ભાજપનાં બે દિગ્ગજ અને શીર્ષ નેતા PM મોદી અને અમિત શાહએ કાલે પ્રથમ વખત એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તો આજે એક સાથે પણ અગલ અગલ દેવ સ્થાને દર્શન અર્થે પહોચ્યાં છે.

K3 ભાજપ "ભોલે"નાં શરણે, PM મોદી બાબા કેદારનાથમાં, અમિત શાહ સોમનાથમાં

PM મોદી આજે કેદારનાથનાં પ્રવાસે પર છે અને બાબા કેદારનાથ પહોંચ્યા છે. PM 19મીનાં મતદાન અને 23મીનાં પરિણામો આવવા પહેલા બાબા કેદારનાથને શીશ નમાવી વિજય ભવ નાં આશિર્વાદ લેવા કેદારનાથની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. કેદારનાથ પહોંચેલા PM મોદીએ સવારે જ કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. મળતી માહિતી મુજબ PM  પોતાનાં બે દિવસનાં કેદારનાથ રોકાણમાં કેદારનાથ ગુફા ખાતે પણ ધ્યાન કરવા છે.

somnath temple 1 ભાજપ "ભોલે"નાં શરણે, PM મોદી બાબા કેદારનાથમાં, અમિત શાહ સોમનાથમાં

બીજી તરફ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે સોમનાથ દાદાનાં શરણો શીષ જુકાવી આશિર્વાદ સંપાદીત કરવા સોમનાથની મુલાકાત લેવાનાં છે. શાહ કાલે સાંજે હવાઇ માર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ સવારે હોલિકેપ્ટ મારફતે સોમનાથ પહોચ્યા હતા. અમિત શાહનાં આગમનને પગલે સોમનાથ અને સૌરાષ્ટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથ પહોંચેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે સોમનાથ દાદાનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી અને મહા મુકાબલામાં મહા વિજય માટે મહાદેવનાં આશિર્વાદ લીધા હતા.