Not Set/ ભારતે રચ્યો ઈતિહાસ શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની

ભારતે નવો ઈતિહાસ રચ્યો છે.શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની છે.શ્રીલંકન ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 238 રન કરી ઓલઆઉટ થઈ હતી. ધનંજયને સ્ટમ્પ આઉટ કરી ધોનીએ સ્ટમ્પિંગ મામલે સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. 239 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી. વિરાટ કોહલીએ […]

Sports
India vs Sri Lanka 2nd T20 ભારતે રચ્યો ઈતિહાસ શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની

ભારતે નવો ઈતિહાસ રચ્યો છે.શ્રીલંકામાં 5-0થી વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની છે.શ્રીલંકન ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 238 રન કરી ઓલઆઉટ થઈ હતી. ધનંજયને સ્ટમ્પ આઉટ કરી ધોનીએ સ્ટમ્પિંગ મામલે સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. 239 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી. વિરાટ કોહલીએ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાએ અંતિમ વન-ડેમાં વિજય હાંસલ કરતા શ્રીલંકન ધરતી ઉપર વન-ડે શ્રેણીમાં 5-0થી વ્હાઇટવોશ કરનાર પ્રથમ વિદેશી ટીમ બની છે. ભુવનેશ્વર કુમારને 5 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જસપ્રિત બુમરાહના શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.