Not Set/ જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના ભૂમિપૂજન માટે પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્જો એબે ૧૩ સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબે બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં વડાપ્રધાન મોદી સ્વાગત કરશે. બે દિવસની મુલકાત દરમિયાન બન્ને દેશના વડાપ્રધાનનો ભરચક કાર્યક્રમમાં હાજરી આપશે. […]

India
l2016111193247 જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગત

modi abe bullet 660 072617102733 જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગતshinkansen bullet train high speed railway semi high speed indian railway 770x433 જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગતC MHhaTVYAEALRs જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગત

C9eR1BlW0AAposd જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગતC9eR1BoXkAAWTut જાણો મોદી-એબેના બે દિવસીય ભરચક કાર્યક્રમોની વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના ભૂમિપૂજન માટે પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્જો એબે ૧૩ સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબે બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં વડાપ્રધાન મોદી સ્વાગત કરશે. બે દિવસની મુલકાત દરમિયાન બન્ને દેશના વડાપ્રધાનનો ભરચક કાર્યક્રમમાં હાજરી આપશે.

એરપોર્ટથી બન્ને દેશનાં વડાપ્રધાન પોતાના કાફલા સાથે સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. એરપોર્ટથી આશ્રમ વચ્ચે બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાશે. રસ્તામાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી કરતાં સ્ટેજો ઉભા કરાયા છે. લગભગ બે કલાકની અંદર બન્ને વડાપ્રધાન આશ્રમમાં પહોંચશે. આશ્રમની અંદર થોડો સમય સુધી રહેશે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન પણ કરશે.

સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યા વચ્ચે બન્ને દેશના વડાપ્રધાન પોત-પોતાના કાફલા સાથે લાલ દરવાજા ખાતેની ઐતિહાસિક સીદી સૈયદની જાળીની મુલાકાત લેશે. આ સ્મારકની મુલાકાત લીધા બાદ બન્ને વડાપ્રધાનો સ્મારકની સામે જ આવેલી હોટેલ અગાસીયામાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે, તેમના પત્ની અને વડાપ્રધાન મોદી ગુજરાતી ભોજન લેશે. હોટેલમાં જ બન્ને વડાપ્રધાનો તેમજ કેટલાક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થશે.

૧૪મીએ સવારે ૯-૩૦ વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશન નજીક આવેલા એથલેટીક ગ્રાઉન્ડ ખાતે બન્ને વડાપ્રધાન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે.

સાબરમતી રેલ્વે સ્ટેશનથી તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચશે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ દાંડી કુટીરની મુલાકાત લેશે. ત્યારબાદ મહાત્મા મંદિરનાં મુખ્ય હોલમાં જશે જ્યાં બન્ને દેશોનાં ડેલીગેશન વચ્ચેની ચર્ચામાં ભાગ લેશે. બપોરે ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન મહાત્મા મંદિર ખાતે જ બન્ને વડાપ્રધાન ભોજન લેશે. મહાત્મા મંદિર ખાતે જ ભારત-જાપાનનાં ઉદ્યોગપતિઓ સાથે બન્ને વડાપ્રધાનોનું ફોટોસેશન યોજાશે. ત્યાર બાદ સાંજે ૪ વાગ્યે ભારત-જાપાન બિઝનેસ પ્લાનીંગ પર ચર્ચા અને MOU થશે.

સાંજે ૬-૩૦ વાગ્યે અમદાવાદ આવ્યા બાદ બન્ને PM સાયન્સ સિટી ખાતે પહોંચશે. અહીં ભારત-જાપાનના સાંસ્કૃતિક કાર્યક્રમો રખાયા છે. રાત્રીનું ભોજન બન્ને નેતાઓ સાથે કર્યા બાદ, લગભગ ૯-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી જ જાપાનના વડાપ્રધાન ટોકીયો જવા અને મોદી દિલ્હી જવા રવાના થશે.