Not Set/ ભારે વેચવાલીનાં કોરોના કાળમાં પણ સોનું 50 હજારને પાર, આગઝરતી તેજી ખુશી કે ચિંતા નોતરશે ?

દેશ અને વિશ્વમાં કોરોનાનો અજગરી ભરડો છેલ્લા કેટલાય મહિનાઓથી જોવામાં આવી રહ્યો છેય લોકો બેરાજગાર બન્યા ચે અને અનેક લોકોને તો ખાવાનાં પણ ફાંફા છે, લોકો પોતાની મરણ મૂળી વેંચી ગુજરાન ચલાવવા માટે મજબૂર થઇ રહ્યા છે અને કદાચ આજ કારણોથી સોનામાં ભારે વેચવાલી જોવામાં આવી રહી છે. ડિમાન્ડ અને સપ્લાય એટલે કે માંગ અને […]

Uncategorized
ea8904a48e185191b89830fe7b6af219 ભારે વેચવાલીનાં કોરોના કાળમાં પણ સોનું 50 હજારને પાર, આગઝરતી તેજી ખુશી કે ચિંતા નોતરશે ?

દેશ અને વિશ્વમાં કોરોનાનો અજગરી ભરડો છેલ્લા કેટલાય મહિનાઓથી જોવામાં આવી રહ્યો છેય લોકો બેરાજગાર બન્યા ચે અને અનેક લોકોને તો ખાવાનાં પણ ફાંફા છે, લોકો પોતાની મરણ મૂળી વેંચી ગુજરાન ચલાવવા માટે મજબૂર થઇ રહ્યા છે અને કદાચ આજ કારણોથી સોનામાં ભારે વેચવાલી જોવામાં આવી રહી છે. ડિમાન્ડ અને સપ્લાય એટલે કે માંગ અને ઉત્પાદનનો નિયમ અનુસાર તો સોનાનો ભાવ હાલ તળીએ જવો જોઇએ, પરંતુ સોનુ 50 હજારની સપાટી વટાવી ચૂક્યુ છે. 

જી હા, સોનમાં બુધવારે 800 રૂપિયાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. પાછલા એક વર્ષમાં સોનાનાં ભાવો રૂપિયા 17 હજાર સુધી વધ્યા હોવાનું વિદિત છે. 50% રિટર્ન મળતા રોકાણકારોને બખ્ખાં થઇ ગયાની લાગણી છે. વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે પહોંચી ગયું છે. અને હાલ વૈશ્વિક કિંમતો 1800 ડોલર નજીક છે. સાથે સાથે ચાંદી નજીવી વધ ઘટે પ્રતિ કિલોગ્રામ રૂ.49500 બોલાઇ રહી છે.

ભાવો વધ્યા છે, લોકો અને રોકાણકારો ખુશ છે. પરતુ શું ખરેખર આ ખુશ થવાની વાત છે કે કોઇ મુસીબતની દસ્તક છે? જો કે ક્રુડનાં ભાવો નીચે જાઇ ત્યારે મેટલનાં ભાવો વધે છે તે સામાન્યતા જોવામાં આવતી વાત છે. પરંતુ કોરોનાનાં કપરા કાળમાં આટલો ભાવ ઉછાળો સ્વાભાવીક છે? વિદિત વાત છે કે મેટલનો ભાવ ત્યારે પણ વધતો જોવામાં આવે છે જ્યારે વિશ્વમાં શાંતી ડોળાતી લાગે છે. શું આ વાત પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે? શું દેશ-દૂનિયામાં બધું બરોબર ચાલી રહ્યું છે ? કે નવા ટેન્શનનાં આ નોતરા દેખાઇ રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews