Not Set/ બોલીવુડની આ સ્ટાર મહિલા અભિનેત્રી છે સૌથી મોંધી

મુંબઈ છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં હવે હિરોઈનનો દબદબો વધતો જઈ રહ્યો છે અને હવે એક્ટ્રેસની ઓરિએનટેડ ફિલ્મો પણ સફળ થવા લાગી છે, ત્યારે હવે આલિયા ભટ્ટની ‘રાઝી’એ બોક્સ ઓફિસમાં 100 કરોડથી વધુનું કલેક્શનથી લોકો આશ્ચર્ય પામ્યા છે. જો કે આ હોવા છતાં પણ હીરો કરતા હિરોઈનની ઓછા ફી મળે છે. જો કે અભિનેત્રીઓને હવે અગાઉની સરખામણીમાં વધુ […]

Uncategorized
d બોલીવુડની આ સ્ટાર મહિલા અભિનેત્રી છે સૌથી મોંધી

મુંબઈ

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં હવે હિરોઈનનો દબદબો વધતો જઈ રહ્યો છે અને હવે એક્ટ્રેસની ઓરિએનટેડ ફિલ્મો પણ સફળ થવા લાગી છે, ત્યારે હવે આલિયા ભટ્ટની ‘રાઝી’એ બોક્સ ઓફિસમાં 100 કરોડથી વધુનું કલેક્શનથી લોકો આશ્ચર્ય પામ્યા છે.

જો કે આ હોવા છતાં પણ હીરો કરતા હિરોઈનની ઓછા ફી મળે છે. જો કે અભિનેત્રીઓને હવે અગાઉની સરખામણીમાં વધુ ફી મેળવી રહી છે, પરંતુ સ્ટાર્સ એક્ટરની તુલનામાં તે ઘણી ઓછી છે કારણ કે ભારતીય દર્શકો હીરોને વધુ પસંદ કરે છે.

આપને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ બોલીવૂડની સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી છે. તેમને દરેક ફિલ્મ દીઠ 11 કરોડ રૂપિયા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે ઉત્તમ અને સફળ ફિલ્મો આપી છે.

ગોલીયો કી રાસલીલા “રામલીલા”, “બાજીરાવ મસ્તાની” અને “પદ્માવત” જેવી ફિલ્મોની સફળતા તેમને ઊંચાઈ પર લઈ ગઈ છે.

deepika padukone के लिए इमेज परिणाम

દીપિકા જેટલી ફી બોલિવુડ ઘણા હિરોને પણ નથી મળતી. પરંતુ જો ફીની તુલના સલમાન અથવા આમિર સાથે કરવામાં આવે છે તો, તે ખૂબ જ ઓછી છે, પરંતુ આટલી ફી મેળવવાનું સ્વપ્ન કોઈ પણ અભિનેત્રીએ ક્યારેય જોયું નહીં હોય.