Not Set/ મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને કોરોનાને આપી મ્હાત, રીપોર્ટ આવ્યો નેગેટિવ

  અમિતાભ બચ્ચનનો સ્વોબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ અભિષેક બચ્ચનના તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેઓને પણ જલ્દીથી રજા આપવામાં આવી શકે છે. રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે બુધવારે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભ-અભિષેકના તમામ પરીક્ષણો નેગેટિવ […]

Uncategorized
3182c6fe20247c783a2067ff3f28d600 મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને કોરોનાને આપી મ્હાત, રીપોર્ટ આવ્યો નેગેટિવ
 

અમિતાભ બચ્ચનનો સ્વોબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ અભિષેક બચ્ચનના તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેઓને પણ જલ્દીથી રજા આપવામાં આવી શકે છે. રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે બુધવારે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભ-અભિષેકના તમામ પરીક્ષણો નેગેટિવ આવ્યા છે.

ઐશ્વર્યા અને તેની પુત્રીને અમિતાભ-અભિષેક સાથે રજા આપવામાં આવશે નહીં. તેમને હોસ્પિટલમાં થોડા વધુ દિવસો રહેવું પડશે. નોંધપાત્ર વાત એ છે કે 11 જુલાઈએ અમિતાભ અને અભિષેકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.બંનેને એક જ દિવસે હોસ્પિટલ દાખલ થયા હતા. આ પછી ઐશ્વર્યા અને  આરાધ્યાનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જયા બચ્ચનનો પહેલો તથા બીજો એમ બંને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. અમિતાભના ચારેય બંગલાને સીલ કરવામાં આવ્યા છે. જયા બચ્ચન ઘરમાં જ આઈસોલેશનમાં છે. શરૂઆતમાં ઐશ્વર્યા તથા આરાધ્યામાં કોરોનાના કોઈ પણ લક્ષણો નહોતાં અને તેથી જ તેઓ ઘરમાં હતાં પરંતુ 17 જુલાઈના રોજ બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળતાં નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અમિતાભના પરિવારના અન્ય સભ્યો અને સ્ટાફના 26 સભ્યોનો અહેવાલ નેગેટીવ આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.