Not Set/ મહારાષ્ટ્રમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેસ થતા એક પાઇલટ સહિત 2ના મોત, 2 ઘાયલ

મુંબઇ :  મહારાષ્ટ્રના મુંબઈના પરા વિસ્તાર ગોરેગાંવની આરે કોલોનીમાં આજે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર હેલિકોપ્ટરમાં પાઈલોટ સહિત ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક મહિલાનું અને પાઈલોટના મોત નિપજ્યા છે જ્યારે 2 ઘાયલ થયા છે. 1992ની સાલના આ રોબિન્સન R44 હેલિકોપ્ટર પહેલા પવન હંસની માલિકીનું હતું પરંતુ ત્યારબાદ ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હતું. […]

India

મુંબઇ :  મહારાષ્ટ્રના મુંબઈના પરા વિસ્તાર ગોરેગાંવની આરે કોલોનીમાં આજે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર હેલિકોપ્ટરમાં પાઈલોટ સહિત ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક મહિલાનું અને પાઈલોટના મોત નિપજ્યા છે જ્યારે 2 ઘાયલ થયા છે. 1992ની સાલના આ રોબિન્સન R44 હેલિકોપ્ટર પહેલા પવન હંસની માલિકીનું હતું પરંતુ ત્યારબાદ ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હતું. કંપનીએ સમારકામ બાદ તેનો ઉપયોગ જોય રાઈડ માટે  શરૂ કર્યો હતો.

અહેવાલો મુજબ આ પ્રાઈવેટ હેલિકોપ્ટર રોબિન્સન R44 કેટલાક લોકોને મુંબઈ દર્શન કરાવવા લઈ જઈ રહ્યું હતું. ઘટના ગોરેગાવની આરે કોલોની વિસ્તારના ફિલ્ટર પાડાની રોયલ પામ હોટેલ પાસે ઘટી છે. જો કે આરે કોલોની કોઈ રહેણાંક વિસ્તાર નથી, તે જંગલ વિસ્તાર છે. એવી અટકળ થઈ રહી છે કે પાઈલોટે અહીં હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર ચોપરમાં બે મહિલા, પાઈલોટ સહિત ચાર લોકો સવાર હતાં. દુર્ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.