Lok Sabha Election 2024/ ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ ચૂંટણી રાજનીતિને કહ્યું અલવિદા… હવે દેશ અને દુનિયા આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે

પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે ભાજપની ટોચની નેતાગીરીને ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્ત થવા જણાવ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 24 1 ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ ચૂંટણી રાજનીતિને કહ્યું અલવિદા... હવે દેશ અને દુનિયા આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે

હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માગ કરી છે. શનિવારે એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, મેં પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી સીધી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે જેથી હું ભારતમાં અને વિશ્વભરમાં વૈશ્વિક ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.

આપને જણાવી દઈએ કે આ પહેલા સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત કરવાની માગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માગ કરી છે.

જયંત સિન્હાએ  x પર પોતાની પોસ્ટમાં લખ્યું છે. હું આર્થિક અને શાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષમાં ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. આ ઉપરાંત, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોથી આશીર્વાદ મળ્યો છે. તે બધાનો મારો હૃદયપૂર્વક આભાર જય હિંદ.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ