Not Set/ MPમાં હત્યાનો સિલસિલો યથાવત, બડવાનીમાં BJPના વધુ એક નેતાની કરાઈ હત્યા

બડવાની, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ હવે રાજ્યમાં હત્યાનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. છેલ્લા ૪ દિવસમાં ૪ રાજકીય પાર્ટીઓના નેતાઓની હત્યા થઇ છે, ત્યારબાદ હવે આ મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૫ થી ૬ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ૩ નેતાઓની હત્યા થઇ છે અને ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા […]

Top Stories India Trending
mp MPમાં હત્યાનો સિલસિલો યથાવત, બડવાનીમાં BJPના વધુ એક નેતાની કરાઈ હત્યા

બડવાની,

પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ હવે રાજ્યમાં હત્યાનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. છેલ્લા ૪ દિવસમાં ૪ રાજકીય પાર્ટીઓના નેતાઓની હત્યા થઇ છે, ત્યારબાદ હવે આ મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

છેલ્લા ૫ થી ૬ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ૩ નેતાઓની હત્યા થઇ છે અને ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર આવીને વર્તમાન કમલનાથ સરકાર વિરુધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સોમવારે ભાજપના કાર્યકર્તાઓ મુખ્યમંત્રી કમલનાથના પૂતળા ફૂંકી રહ્યા છે અને તેઓની સરકાર વિરુધ નારેબાજી કરી રહ્યા છે.

ક્યારે થઇ ભાજપના નેતાઓની હત્યા ?

રવિવારે બડવાનીમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ મનોજ ઠાકરે પથ્થરો મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ સવારે મોર્નિંગ વોકમાં ગયા હતા ત્યારે આ હત્યા કરાઈ હતી.

MPમાં હત્યાનો સિલસિલો યથાવત, બડવાનીમાં BJPના વધુ એક નેતાની કરાઈ હત્યા

આ દરમિયાન મનોજ ઠાકરેના ચહેરા ઉપર ગંભીર નિશાન મળ્યા હતા અને મૃતદેહ પાસેથી લોહીના નિશાન સાથે પથ્થર પણ મળ્યા હતા.

આ પહેલા ગુરુવાર સાંજે મંદસૌર નગરપાલિકાના બે વાર અધ્યક્ષ રહેલા ભાજપના નેતા પ્રહલાદ બંધવારની બજારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બુધવાર સાંજે ઇન્દોરમાં બિઝનેસમેન અને સંદીપ અગ્રવાલને પણ ગોળીઓથી ભૂંજી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ સંદીપ અગ્રવાલ નામના એક બિલ્ડર પર ઇન્દોર શહેરના સૌથી વ્યસ્ત એવા વિસ્તાર કે જે પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ પગલા જ દૂર છે, ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં બિલ્ડર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.