Not Set/ મહેસાણા/વિપુલ ચૌધરીને વધુ એક ફટકો, ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી બરતરફ

મહેસાણા વિપુલ ચૌધરીને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે. દૂઘસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન અને વિતાલા સમયમાં દૂધસાગર ડેરી મામલે અનેક કૌભાંડોમાં પણ જેમની સામે આક્ષેપો થયેલા તે વિપુલ ચૌધરીને જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર દ્વારા બરતરફીનો હુકમ કરાયો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરાતા હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી […]

Gujarat Others
d0f6885ec1b3de021f90be95b65ce868 મહેસાણા/વિપુલ ચૌધરીને વધુ એક ફટકો, ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી બરતરફ

મહેસાણા વિપુલ ચૌધરીને વધુ એક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે. દૂઘસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન અને વિતાલા સમયમાં દૂધસાગર ડેરી મામલે અનેક કૌભાંડોમાં પણ જેમની સામે આક્ષેપો થયેલા તે વિપુલ ચૌધરીને જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર દ્વારા બરતરફીનો હુકમ કરાયો છે. ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી વિપુલ ચૌધરીને બરતરફ કરાતા હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વે વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ.9 કરોડ ભરવાનો આદેશ આપવામાં આવેલ. અશોક ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીના કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહન પેટે આપી રૂ.12 કરોડનું ચુકવણું કર્યું હતું. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગરદાણ કૌભાંડના 9 કરોડ જમા કરાવાના હતા તે રકમ ભરપાઈ કરી છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે દૂધસાગર ડેરીને મહારાષ્ટ્રમાં ખાણદાણનાં વેચાણમાં 49 કરોડનું નુકશાન ગયું હોવાનાં મામલામાં પણ તેમની સામે આક્ષેપો થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews