Not Set/ માત્ર 10 જ દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણનાં કેસની સંખ્યા 1 લાખ વધી

દેશમાં ફક્ત 10 દિવસમાં કોરોનાવાયરસ ચેપનાં કેસ 2 લાખથી વધીને 3 લાખ થઈ ગયા છે. એક દિવસમાં મહત્તમ 11,458 કેસ નોંધાયા હોવાની સાથે શનિવારે ચેપનો કુલ આંક વધીને 3,08,993 થયો છે, જ્યારે ચેપને કારણે 386 લોકોનાં મોતનાં કારણે મૃત્યુઆંક 8,884 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. વર્લ્ડોમિટર અનુસાર ભારતમાં કોરોના […]

India
903ce2c369c9edb8b4bee3734dffc6c7 1 માત્ર 10 જ દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણનાં કેસની સંખ્યા 1 લાખ વધી

દેશમાં ફક્ત 10 દિવસમાં કોરોનાવાયરસ ચેપનાં કેસ 2 લાખથી વધીને 3 લાખ થઈ ગયા છે. એક દિવસમાં મહત્તમ 11,458 કેસ નોંધાયા હોવાની સાથે શનિવારે ચેપનો કુલ આંક વધીને 3,08,993 થયો છે, જ્યારે ચેપને કારણે 386 લોકોનાં મોતનાં કારણે મૃત્યુઆંક 8,884 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.

વર્લ્ડોમિટર અનુસાર ભારતમાં કોરોના વાયરસનાં કેસને 1 લાખ સુધી પહોંચવામાં 64 દિવસ થયા હતા, પછીનાં પખવાડિયામાં, આ કેસ વધીને બે લાખ થઈ ગયા, જ્યારે હવે દેશમાં સંક્રમણનાં 3,08,993 કેસની સાથે ભારત સંક્રમણથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કેસનાં બમણા થવાનો દર 15.4 દિવસથી વધીને 17.4 દિવસ થઈ ગયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી દેશમાં 49.9 ટકા દર્દીઓ ઠીક થયા છે.” ચેપનાં કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે. ચેપનાં કારણે 386 મૃત્યુમાંથી, દિલ્હીમાં સૌથી વધુ 129 અને મહારાષ્ટ્રમાં 127 મોત થયા છે. ચેપનાં કેસો દિલ્હીમાં ઝડપથી વધી રહ્યા છે અને પહેલીવાર શુક્રવારે બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણથી ગુજરાતમાં 30, ઉત્તર પ્રદેશમાં 20, તમિલનાડુમાં 18, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં નવ, કર્ણાટક અને રાજસ્થાનમાં સાત, હરિયાણા અને ઉત્તરાખંડમાં છ, પંજાબમાં ચાર, આસામમાં બે, કેરળ, જમ્મુ કાશ્મીર અને ઓડિશામાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.