Not Set/ ‘મારો પુત્ર ગયો તો શું થયું હું તો છું ને’ તેમ કહી નરાધમ સસરાએ પુત્રવધુને પીંખી

ભરૂચની એક યુવતીએ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના સસરા તેના પર બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સક્ચાર મચી જવા પામી છે.   આ મામલે મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયા તાલુકાના વાંકોલી ગામે એક મહિલા તેની ચાર સંતાનો સાથે સાસુ સસરાથી અલગ રહેતી […]

Gujarat Others
e97d4c20c63521b9361d0526508ad246 ‘મારો પુત્ર ગયો તો શું થયું હું તો છું ને’ તેમ કહી નરાધમ સસરાએ પુત્રવધુને પીંખી

ભરૂચની એક યુવતીએ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના સસરા તેના પર બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સક્ચાર મચી જવા પામી છે.  

આ મામલે મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયા તાલુકાના વાંકોલી ગામે એક મહિલા તેની ચાર સંતાનો સાથે સાસુ સસરાથી અલગ રહેતી હતી. યુવતી પર સસરાએ દાનત બગાડી હતી. નરાધમે મારી મિલકત પર જીવી રહી હોવાનું કહી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. હેવાન સસરાથી તંગ આવી યુવતીએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે આ યુવતીના પતિનું આઠ વર્ષ પહેલા કેન્સરની બિમારીથી મોત થયું હતું. પતિના મોત બાદ યુવતી પોતાની ચાર સંતાનો સાથે સાસુ-સસરાથી અલગ રહેતી હતી.

ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે નરાધમ સસરો પુત્રવધુ પર વારંવાર દબાણ કરતો હતો અને ‘મારો છોકરો નથી તો શું થયું હું તો છું ને’ તેમ કહી અનારનવાર બળાત્કાર ગુજારતો હતો. હાલ આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ બાદ આરોપી સસરા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.