Not Set/ મુંબઈના જુહુમાં ગેસ સિલિંડર બ્લાસ્ટ થતા 6 લોકોના મોત

મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જુહુમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા. મૃતકોમાં 1 બાળક અને 5 મજદુરોનો સમાવેશ થાય છે. જ્યારે ઈજગ્રસ્તોમાં 9 પુરૂષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક કપૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહત્વનુ છે કે જુહુમાં આવેલ પ્રાર્થના […]

India
dombivli chemical factory blast 3c620f60 937a 11e7 b219 301a51d93d0d મુંબઈના જુહુમાં ગેસ સિલિંડર બ્લાસ્ટ થતા 6 લોકોના મોત

મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જુહુમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા. મૃતકોમાં 1 બાળક અને 5 મજદુરોનો સમાવેશ થાય છે. જ્યારે ઈજગ્રસ્તોમાં 9 પુરૂષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક કપૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહત્વનુ છે કે જુહુમાં આવેલ પ્રાર્થના બિલ્ડીંગમાં ગેસ સિલિંડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટના સર્જાતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા બિલ્ડીંગ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.