IPL 2024/ મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું છે. આરસીબીએ પ્રથમ ઇવનીંગમાં 196 રન બનાવ્યા હતા. 197 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્મા અને ઈશાન કિશને તોફાની શરૂઆત કરી હતી.

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 6 3 મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું છે. આરસીબીએ પ્રથમ ઇવનીંગમાં 196 રન બનાવ્યા હતા. 197 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્મા અને ઈશાન કિશને તોફાની શરૂઆત કરી હતી. રોહિત અને કિશન વચ્ચે 101 રનની શાનદાર અને વિસ્ફોટક ભાગીદારી કરી હતી. ઇશાન કિશને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અને તેણે 34 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. મુંબઈએ પ્રથમ 6 ઓવરમાં 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 24 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ લયમાં પાછો ફર્યો છે. કારણ કે તેણે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે તેની ઇનિંગમાં 52 રન બનાવ્યા હતા અને ઇનિંગના અંતે હાર્દિક પંડ્યાએ પણ 6 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈએ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. જોકે, 12મી ઓવરમાં રીસ ટોપલેએ અકલ્પનીય કેચ લઈને રોહિત શર્માને પેવેલિયન પરત મોકલી દીધો હતો. આગળની 2 ઓવરમાં બોલરો દ્વારા ઘણી બોલિંગ કરવામાં આવી હતી, જેના કારણે 12 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 151 રન સુધી પહોંચી ગયો હતો. જ્યારે ટીમ 10 ઓવર પછી 111 રનના સ્કોર પર હતી, તો પછીની 3 ઓવરમાં 58 રન બનાવ્યા હતા. જેના કારણે 13મી ઓવર સુધીમાં MIનો સ્કોર 169 સુધી પહોંચી ગયો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવ 14મી ઓવરમાં આઉટ થયો હતો. મુંબઈને છેલ્લી 6 ઓવરમાં માત્ર 16 રનની જરૂર હતી. આ સાથે જ મુંબઈએ 27 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચો:RCBના આ ક્રિકેટરે કહ્યું, ‘આ મારી છેલ્લી મેચ છે’

આ પણ વાંચો:મહિલા IPL જોવા ઓફિસમાં ખોટું બોલી, પરંતુ કેમેરામેનની ભૂલે કર્યો તેનો પર્દાફાશ

આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ