Not Set/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આપ્યા સારા સંકેત, જાણો

  મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે મંગળવારે કહ્યું હતું કે, જી–20 ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારત, ચીન અને ઇન્ડોનેશિયા એકમાત્ર એવા દેશ છે જ્યાં 2020 નાં બીજા ભાગમાં વાસ્તવિક જીડીપી નોંધપાત્ર રીતે વધશે. તેમણે 2020 માં ભારતની આર્થિક વૃદ્ધિમાં 3.1 ટકાનો ઘટાડો થવાનો અંદાજ જાળવી રાખ્યો છે. મૂડીઝે 2020-21 નાં ​​વૈશ્વિક મેક્રો પરિદૃશ્ય અંગેનાં તાજેતરનાં અહેવાલમાં જણાવ્યું છે કે, […]

Uncategorized Business
c60a90439737b79f66ea6cc3ddfd890e મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આપ્યા સારા સંકેત, જાણો
 

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે મંગળવારે કહ્યું હતું કે, જી20 ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારત, ચીન અને ઇન્ડોનેશિયા એકમાત્ર એવા દેશ છે જ્યાં 2020 નાં બીજા ભાગમાં વાસ્તવિક જીડીપી નોંધપાત્ર રીતે વધશે. તેમણે 2020 માં ભારતની આર્થિક વૃદ્ધિમાં 3.1 ટકાનો ઘટાડો થવાનો અંદાજ જાળવી રાખ્યો છે.

મૂડીઝે 2020-21 નાં ​​વૈશ્વિક મેક્રો પરિદૃશ્ય અંગેનાં તાજેતરનાં અહેવાલમાં જણાવ્યું છે કે, “વિકસિત દેશ કરતા ઉભરતા બજારવાળા દેશ માટે આર્થિક પરિદૃશ્ય વધુ પડકારજનક છે. તુલનાત્મક આધાર પર જી-20 નાં ઉભરતા દેશમાં ચાઇના, ભારત અને ઇન્ડોનેશિયા માત્ર દેશ છે જ્યા 2020 નાં બીજા ભાગમાં વાસ્તવિક જીડીપીમાં તેજી આવશે.” મૂડીઝે 2021 માટે ભારતની અર્થવ્યવસ્થામાં 6.9 ટકા વૃદ્ધિની આગાહી કરી છે. દેશનો આર્થિક વિકાસ દર 2019-20 માં 4.2 ટકા હતો, જે 11 વર્ષનો સૌથી નીચો સ્તર છે.

મૂડીઝે કહ્યું કે, આર્થિક પુનરુત્થાન ચાલી રહ્યું છે, પરંતુ તેનું અસ્તિત્વ વાયરસને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. રિપોર્ટ અનુસાર, આર્થિક ડેટા દર્શાવે છે કે ઘણા વિકસિત દેશોમાં વપરાશમાં વધારો થયો છે. જો કે, રોગચાળો થવાની સંભાવના સંપૂર્ણ પુનરુત્થાનનાં માર્ગમાં અવરોધ રહેશે. તેમા જી-20 અર્થવ્યવસ્થાઓ માટે 2020 માં વિકાસ દરમાં 4.6 ટકાનાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. વળી 2021 માં તેમા 5.3 ટકાનો વધારો થવાનો અંદાજ છે. મૂડીઝે કહ્યું કે, આ વર્ષે ચીન સિવાયનાં તમામ જી-20 દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.