Not Set/ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સતત ચોથા મહિને નોંધાયો ઘટાડો, જુલાઈમાં પણ ઘટ્યો PMI

  દેશનાં ઉત્પાદન ક્ષેત્રે જુલાઇમાં સતત ચોથા મહિનામાં ઘટાડો નોંધાયો છે. જેની સૌથી ચિંતાજનક બાબત એ છે કે જુલાઈમાં ભારતનાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ખરીદીનાં મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જૂન કરતા ઓછા હતા, જ્યારે જૂન પછી જુલાઈમાં લોકડાઉનમાં ઘણી છૂટ આપવામાં આવી હતી. આઈએચએસ માર્કેટ દ્વારા કરવામાં આવેલા માસિક સર્વે અનુસાર, જુલાઈમાં ભારતમાં પીએમઆઈ 46 અંકની સપાટીએ રહ્યો […]

Business
7016dc4fd7d43814778040f23c756048 મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સતત ચોથા મહિને નોંધાયો ઘટાડો, જુલાઈમાં પણ ઘટ્યો PMI
 

દેશનાં ઉત્પાદન ક્ષેત્રે જુલાઇમાં સતત ચોથા મહિનામાં ઘટાડો નોંધાયો છે. જેની સૌથી ચિંતાજનક બાબત એ છે કે જુલાઈમાં ભારતનાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ખરીદીનાં મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જૂન કરતા ઓછા હતા, જ્યારે જૂન પછી જુલાઈમાં લોકડાઉનમાં ઘણી છૂટ આપવામાં આવી હતી. આઈએચએસ માર્કેટ દ્વારા કરવામાં આવેલા માસિક સર્વે અનુસાર, જુલાઈમાં ભારતમાં પીએમઆઈ 46 અંકની સપાટીએ રહ્યો હતો, જ્યારે તે અગાઉનાં મહિનામાં એટલે કે જૂનમાં 47.2 પર હતો. જૂનથી જુલાઇ સુધીમાં 1.2 અંકનો ઘટાડો થયો છે. ભારતીય ઉત્પાદન ક્ષેત્રે એપ્રિલ મહિનાથી સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પર્ચેશિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) 55.3 પોઇન્ટ રહ્યો હતો. ફેબ્રુઆરી 2020 માં તે 54.5 અને માર્ચમાં 51.8 અંક પર હતો. માર્ચનાં અંતમાં લોકડાઉન લાગુ થયા પછી સેક્ટર ધરાશાયી થયું હતું. એપ્રિલમાં તે 27.4 અંક પર રહ્યુ હતુ. આ સમય દરમિયાન દેશમાં તમામ કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે મે મહિનામાં 30.8 પર રહ્યો હતો. જૂનમાં લોકડાઉન હળવા કરવામાં આવ્યું હતું અને પીએમઈ 47.2 પર પહોંચ્યું હતું. જુલાઈમાં તે વધુ વધવાની ધારણા હતી, પરંતુ અપેક્ષાઓથી વિરુદ્ધ, તે 46 પોઇન્ટ પર આવી ગયુ.

પીએમઆઈમાં, 50 ની નીચે સૂચકાંકનો અર્થ સેક્ટરનાં પ્રોડક્શન ઘટાડો થયો છે. ઇડેક્સનાં 50 થી ઉપર રહેવાનો અર્થ તે હોય છે કે પ્રોડક્શનમાં વધારો થયો છે. તેમા ઘટાડો કે વધારો જેટલો વધે છે, ઇંડેક્સ 50 થી તેટલો જ વધારે નીચે કે ઉપર થાય છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉત્પાદનોની માંગમાં ઘટાડો થવાને કારણે આ ક્ષેત્રમાં ઘટાડો થયો છે. લાંબા સમય સુધી લોકડાઉન થયા બાદ માંગમાં ઘટાડાનાં કારણે કારખાનાઓએ તેમના કર્મચારીઓની સંખ્યામાં તો ઘટાડો કર્યો જ છે, સાથ ખરીદીની પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.