PLI સ્કીમ/ સરકાર લાવી જબરદસ્ત યોજના, 17 હજાર કરોડથી IT સેક્ટરની કરશે કાયાપલટ

પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ કેન્દ્રીય કેબિનેટે PLI સ્કીમ 2 ને મંજૂરી આપી છે. આ સાથે સરકારની આ સ્કીમ આઈટી સેક્ટર માટે ખાસ માનવામાં આવી રહી છે. આ યોજનાથી દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે.

Business
IT સેક્ટર

કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે સરકારની રૂ. 17,000 કરોડની PLI સ્કીમ 2 ને મંજૂરી આપી હતી. સરકારની આ યોજનાને આઈટી સેક્ટરની મોટી યોજના માનવામાં આવી રહી છે. સરકારની PLI યોજનાની મદદથી, IT હાર્ડવેરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.

ઉત્પાદન અને રોકાણને પ્રોત્સાહન મળશે

IT હાર્ડવેર સેક્ટર માટે PLI 2.0 સ્કીમને 6 વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમને મંજૂરી મળવાથી આઈટી હાર્ડવેર સેક્ટરમાં લગભગ રૂ. 3.35 લાખ કરોડના ઉત્પાદનને વેગ મળશે. આ સાથે લગભગ 2430 કરોડ રૂપિયાના રોકાણની શક્યતાઓ ઉભી થશે.

રોજગારીની નવી તકો

સરકારની આ યોજનાની સાથે દેશમાં રોજગારની નવી તકો ઉભી થશે. આઇટી હાર્ડવેરની સ્થાનિક બ્રાન્ડને મજબૂત કરવાની સાથે આ યોજના દ્વારા 75 હજાર નવી રોજગારીની તકો સીધી જ ઉપલબ્ધ થશે. સાથે જ પ્રત્યક્ષ અને આડકતરી રીતે સરકારની આ યોજના બે લાખથી વધુ નોકરીઓ લાવવાનું કામ કરશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે યોજના વિશે માહિતી આપી હતી

બુધવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટે ઘણા મોટા નિર્ણયોને મંજૂરી આપી છે.

ashwini(1) સરકાર લાવી જબરદસ્ત યોજના, 17 હજાર કરોડથી IT સેક્ટરની કરશે કાયાપલટ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ યોજીને આ બેઠકની જાણકારી આપી હતી. કેબિનેટની બેઠકમાં આઈટી હાર્ડવેર માટે પીએલઆઈને પણ મંજૂરી આપવામાં આવી હતી, આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી.

મોબાઈલ ફોન ઉત્પાદક દેશોની યાદીમાં ભારત બીજા ક્રમે છે

ભારત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝડપથી કામ કરી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિની અસર એ છે કે ભારતે વર્ષ 2023માં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ક્ષેત્રમાં USD 105 બિલિયન (આશરે રૂ. 9 લાખ કરોડ)ના બેન્ચમાર્કને પાર કરી લીધું છે. ભારત બીજા નંબરના સૌથી મોટા મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે ઓળખાય છે.