Not Set/ મોડી રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ AIIMS માં દાખલ

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શનિવારે મોડી રાત્રે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને એઈમ્સ લાવવામાં આવ્યા હતા. ડોકટરોની એક ટીમ શાહની તબિયત પર નજર રાખી રહી છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનુ સામે આવી રહ્યુ છે. સૂત્રોએ જણાવ્યું […]

Uncategorized
ec0c6b80bf5f0e5f37658f73b89d99fa 1 મોડી રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ AIIMS માં દાખલ
 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શનિવારે મોડી રાત્રે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને એઈમ્સ લાવવામાં આવ્યા હતા. ડોકટરોની એક ટીમ શાહની તબિયત પર નજર રાખી રહી છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનુ સામે આવી રહ્યુ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, અમિત શાહને શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 ઓગસ્ટે કોરોના વાયરસ પોઝિટિવ થયા હતા. આ પછી, તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલમાં સારવાર બાદ તેમનો કોરોનાનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને 14 ઓગસ્ટનાં રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટનાં રોજ થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદોને કારણે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, 31 ઓગસ્ટે, તે સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થયા.

હવે શનિવારે રાત્રે તેમને ફરીથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ગૃહમંત્રી અમિત શાહને કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એઈમ્સનાં એક સૂત્રએ કહ્યું, “તે યોગ્ય રહેશે કે ગૃહમંત્રી અમિત શાહ થોડો સમય હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશનમાં રહે, જ્યા તેમની સારવાર કરાવી શકાય.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.