Not Set/ મોદી મારાથી ડરી ગયા છે, મારી પાસે છે તેમના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા પુરાવાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ PM મોદી પર પ્રહાર કરતા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને સંસદમાં બોલવ દેવામાં નથી આવતો મારી પાસે ભ્રષ્ટાચારને લઇને ઘણાં અંગત પુરાવા છે. તેમજ PM મોદીના સંસદમાં નહિ બોલવાને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી પાસે રહેલી માહિતી સંસદમાં કહેવા માંગુ  છું. એટલે PM મોદી […]

Uncategorized

નવી દિલ્હીઃ PM મોદી પર પ્રહાર કરતા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને સંસદમાં બોલવ દેવામાં નથી આવતો મારી પાસે ભ્રષ્ટાચારને લઇને ઘણાં અંગત પુરાવા છે. તેમજ PM મોદીના સંસદમાં નહિ બોલવાને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી પાસે રહેલી માહિતી સંસદમાં કહેવા માંગુ  છું. એટલે PM મોદી મારાથી ડરી ગયા છે.

રાહુલ ગાંધી કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 ની નોટબંધી કર્યા બાદ સતત PM મોદીની સંસદમાં નિવેદનની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષો નોટબંધીને લઇને સંસદથી સડક સુધી વિરોધ કરી ચુક્યા છે.

રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષો સતત નોટબંધીનો વિરોધ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના વિરોધનો જબાવ નરેંદ્ર મોદીએ ગુજરાતની બનાસકાઠાની એક સભામાં આપ્યો હત. જેમા PM મોદીએ જણાવ્યું હતું કે, મને સંસદમાં બોલવા દેવામાં નથી આવતો એટલે સભમાં લોકોની વચ્ચે જઇને બોલું છું.