Not Set/ મોરબી/ લોહીમાં લથપથ મળી આવી 5 વર્ષની બાળકી, પડોશી યુવકે ગુજાર્યો બળાત્કાર

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. અહીં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી પર પડોશીએ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના પરિવારે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા રહેતી અને મજૂરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની પાંચ વર્ષની બાળકી ગઈકાલે સાંજે […]

Gujarat Others
76e810d7e86884ebcbc8f2ac6dd25c14 મોરબી/ લોહીમાં લથપથ મળી આવી 5 વર્ષની બાળકી, પડોશી યુવકે ગુજાર્યો બળાત્કાર

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. અહીં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી પર પડોશીએ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના પરિવારે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા રહેતી અને મજૂરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની પાંચ વર્ષની બાળકી ગઈકાલે સાંજે મંદિરની આરતીમાં ગઈ હતી. આરતી પૂર્ણ થયા બાદ તે ઘરે પરત આવી ન હતી. જે બાદ માતા-પિતાએ તેની શોધ શરૂ કરી હતી. ઘણી શોધખોળ કર્યા બાદ, બાળકી મંદિર નજીક રડતી જોવા મળી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે બળાત્કારની પુષ્ટિ કરી છે.

રવિ મનસુખભાઇ પરમસુખ બઘેલ નામના યુવકે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે બાળકીના પાડોશમાં રહેતો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે, તે અહીં કલર કામ કરતો હતો. હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.