Not Set/ યુપી CM યોગી આદિત્યનાથને ધમકી આપનાર શખ્સ મુંબઈથી પકડાયો

મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ બોમ્બ બ્લાસ્ટમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં આરોપમાં મુંબઈથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. યુવકની ઓળખ કામરાન અમીન ખાન તરીકે થઈ છે. આવતીકાલે પોલીસ તેને યુપી પોલીસના હવાલે કરશે. જણાવી દઇએ કે, તેમણે યુપી પોલીસનાં 112 નંબર પર એક વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો. […]

India
6c9b115b36ff55ac5aa88c921873be53 1 યુપી CM યોગી આદિત્યનાથને ધમકી આપનાર શખ્સ મુંબઈથી પકડાયો

મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ બોમ્બ બ્લાસ્ટમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં આરોપમાં મુંબઈથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. યુવકની ઓળખ કામરાન અમીન ખાન તરીકે થઈ છે. આવતીકાલે પોલીસ તેને યુપી પોલીસના હવાલે કરશે. જણાવી દઇએ કે, તેમણે યુપી પોલીસનાં 112 નંબર પર એક વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મોહમ્મદ કામરાન અમીન ખાનની મુંબઈ એટીએસ દ્વારા મુંબઈનાં ચુના ભટ્ટી વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે લખનઉ પોલીસે (યુપી) ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. જે બાદ યુપી પોલીસે મુંબઇનાં શંકાસ્પદ વિશે મહારાષ્ટ્ર એટીએસને માહિતી આપી હતી. પકડાયેલા આરોપીઓને યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવેલ છે. આજે તેને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. યુપી પોલીસનાં 112 મુખ્યાલયમાં ગુરુવારે મોડી રાત્રે લગભગ સાડા બાર વાગ્યે એક વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો. આ મેસેજ અહીંનાં સોશિયલ મીડિયા ડેસ્કનાં 75700…. નંબર પર આવ્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યો હતો કે, ‘હું બોમ્બથી સીએમ યોગીને મારવાનો છું‘. (કોઈ વિશિષ્ટ સમુદાયનું નામ લખ્યું) નાં જીવનનો દુશ્મન છે. આ મેસેજ મળ્યા પછી ઉચ્ચ અધિકારીઓને આ માહિતી આપવામાં આવી હતી.

આ શખ્સ વિરુદ્ધ ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1) બી, 506 અને 507 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે યોગીને આ રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય. અગાઉ બિહારનાં એક પોલીસ અધિકારીની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ જવાનને બિહારથી ધરપકડ કરી હતી. બિહાર પોલીસનો આ સૈનિક ઉત્તરપ્રદેશનો હતો. આરોપીનું નામ તનવીર ખાન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.