Not Set/ યશવંત સિન્હાનો કેન્દ્ર પર તંજ, આ મુંગી અને આંધળી સરકારને જાગૃત કરવા માટે વિપક્ષે રસ્તા પર ઉતરવું પડશે

કેન્દ્ર સરકાર દ્વારા જારી લોકડાઉન અને આર્થિક પેકેજ અંગે વિરોધી પક્ષો સતત સવાલો ઉભા કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ પણ પરપ્રાંતિય મજૂરોનાં મુદ્દે મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરીને વિપક્ષને સલાહ આપી છે. પૂર્વ ભાજપ નેતા યશવંત સિંહાએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્રની મુંગી-આંધળી સરકારને જાગૃત કરવા માટે, વિરોધી […]

India
8f7fb669e55afaddbc4cd0b1520da4a3 યશવંત સિન્હાનો કેન્દ્ર પર તંજ, આ મુંગી અને આંધળી સરકારને જાગૃત કરવા માટે વિપક્ષે રસ્તા પર ઉતરવું પડશે
8f7fb669e55afaddbc4cd0b1520da4a3 યશવંત સિન્હાનો કેન્દ્ર પર તંજ, આ મુંગી અને આંધળી સરકારને જાગૃત કરવા માટે વિપક્ષે રસ્તા પર ઉતરવું પડશે

કેન્દ્ર સરકાર દ્વારા જારી લોકડાઉન અને આર્થિક પેકેજ અંગે વિરોધી પક્ષો સતત સવાલો ઉભા કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ પણ પરપ્રાંતિય મજૂરોનાં મુદ્દે મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરીને વિપક્ષને સલાહ આપી છે. પૂર્વ ભાજપ નેતા યશવંત સિંહાએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્રની મુંગી-આંધળી સરકારને જાગૃત કરવા માટે, વિરોધી પક્ષોએ રસ્તાઓ પર ઉતરવું પડશે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, પરપ્રાંતિય મજૂરો અને ગરીબ લોકોની પરિસ્થિતિને ઉજાગર કરવા વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવું પડશે. જે ગરીબોનાં દુઃખ માટે બહેરા અને આંધળા થઇ ચુક્યા છે. માત્ર ભાષણબાજી હવે પૂરતુ નથી. વચગાળાનાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 22 વિરોધી પક્ષોની બેઠકનાં એક દિવસ બાદ યશવંત સિંહાની આ પ્રતિક્રિયા સામે આવી છે.

અગાઉ, યશવંત સિંહા સોમવારે મજૂરોને જલ્દીથી જલ્દી પહોંચાડવાની માંગને લઇને રાજઘાટ પર ધરણા પર બેઠા હતા, જે બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી, જો કે બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેઓ સતત સરકારને માંગ કરી રહ્યા હતા કે, પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનો ચલાવવામાં આવે. ત્યારબાદ સરકારે મજૂરો માટે ટ્રેનો શરૂ કર્યા પછી તેમણે કેન્દ્રનો આભાર માન્યો હતો.

વળી જ્યારે સિંહાને ટ્વિટર પર ટ્રોલ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા ત્યારે તેમણે યોગ્ય જવાબ આપ્યો હતો. સિંહાએ લખ્યું છે કે, જેટલા વધુ ટ્રોલ્સ મને અપશબ્દો કહે છે, તેટલી જ વધારે શક્તિ મળશે. તે મારા મૃત્યુ માટે જેટલી પ્રાર્થના કરશે તેટલો જ હુ વધારે જીવીશ. તેથી જ ભક્તો લાગ્યા રહો. કૃપા કરીને મને અપશબ્દો આપતા રહો. તમને તમારા પૈસા મળતા રહેશે, હું મારી શક્તિ મેળવતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.