Not Set/ યુવાનો માટે રોજગારીનો અવસર, 2017 માં 67 હજાર સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુજબ એક અઠવાડીયામાં અંદાજે 50 હજાર યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શનિવારથી મેગા જોબફેરનો રાજ્યના અલગ અલગ જિલ્લામાં પ્રારંભ થઇ રહ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા  જુદા જુદા નોકરીદાતાઓનો સંપર્ક કરાયો હતો. અત્યાર […]

Uncategorized
C4XD 2eWIAATkyA યુવાનો માટે રોજગારીનો અવસર, 2017 માં 67 હજાર સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુજબ એક અઠવાડીયામાં અંદાજે 50 હજાર યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શનિવારથી મેગા જોબફેરનો રાજ્યના અલગ અલગ જિલ્લામાં પ્રારંભ થઇ રહ્યો છે.

શ્રમ અને રોજગાર વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા  જુદા જુદા નોકરીદાતાઓનો સંપર્ક કરાયો હતો. અત્યાર સુધીમાં  કુલ 2200થી વધું ઉદ્યોગ-વેપારીઓએ કુશળ અને અર્ધકુશળ મેનપાવરની જરૂરીયાત દર્શાવી હતી. જે મુજબ મન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 40 હજાથી વધુ, સર્વિસ સેક્ટરમાં 35 હજારથી વધુ ખાલી જગ્યા પરની માંગ આવેલ છે..

રાજ્ય સરકાર દ્વારા આ ભરતી મેળામાં 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાની કટિબદ્ધતા દર્શાવી છે. આ પહેલા વાઇબ્રન્ટ સમિટ 2017 માં એસસી,એસટી અને ઓબીસી મંચના કન્વીર દ્વાર સ્થાનિક યુવાનોને રોજગારી પુરી પાડવાની માંગને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર કાફલાને રોકવાની વાત કરી હતી..

ખાનગી ક્ષેત્રની સાથે સાથે 67,000 યુવાનોને સરકારી નોકરીમાં ભરતી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 11 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેગા જોબ ફેરમાં લઘુ, નાના ઉદ્યોગોમાં અંદાજે 1.50 કરોડ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે.

ભરતી મેળાનું આયોજન આ  મુજબ હશે.

11 ફેબ્રુઆરી

સુરત, તાપી, અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા, અરવલ્લી

13 ફેબ્રુઆરી

વલસાદ,ડાંગ,નવસારી,મહેસાણા, બનાસકાંઠા, પાટણ,મોરબી, સુરેન્દ્રનગર,

15ફેબ્રુઆરી

જામનગર,દેવભૂમિ દ્વારકા

16 ફેબ્રુઆરી

ભરૂચ,નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ,કચ્છ-ભૂચ

17 ફેબ્રુઆરી

પંચમહાલ,દાહોદ,મહીસાગર,ખેડા,ભાવનગર,બોટાદ,રાજકોટ,અમરેલી,જૂનાગઢ,પોરબંદર,ગિરસોમનાથ