Not Set/ રક્ષાબંધનનાં દિવસે જ લૂંટનાં ઇરાદે મહિલાની કરાઇ હતી હત્યા, બે ભાઇઓને પોલીસે ઝડપી લીધા

અમદાવાદનાં રામોલમાંથી લૂંટ અને હત્યાનો એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે, જે જાણ્યા બાદ લોકોનાં મનમાં પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સમયે કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો. જી હા, આ હત્યાનો મામલો રક્ષાબંઘનનાં દિવસે જ બન્યો હતો. રક્ષાબંઘનને દિવસે રામોલ પોલીસમાં એક મહિલાની લૂંટ સાથે હત્યા થઇ હોવાની ઘટના નોંધાવવામાં આવી. […]

Gujarat Others
5ccfa12c9436237636def7c409713fa1 1 રક્ષાબંધનનાં દિવસે જ લૂંટનાં ઇરાદે મહિલાની કરાઇ હતી હત્યા, બે ભાઇઓને પોલીસે ઝડપી લીધા

અમદાવાદનાં રામોલમાંથી લૂંટ અને હત્યાનો એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે, જે જાણ્યા બાદ લોકોનાં મનમાં પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સમયે કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો. જી હા, આ હત્યાનો મામલો રક્ષાબંઘનનાં દિવસે જ બન્યો હતો. રક્ષાબંઘનને દિવસે રામોલ પોલીસમાં એક મહિલાની લૂંટ સાથે હત્યા થઇ હોવાની ઘટના નોંધાવવામાં આવી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાની તપાસ આદરી અને હત્યારાઓને તુરંતમાં જ ઓળખી કાઢ્યા. હત્યારાની વિગતો સામે આવતા અને જે પ્રકારે હત્યારાઓ દ્વારા હત્યા અને લૂંટના ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વિગતો સામે આવતા લોકોમાં અરેરાટી છુટી ગઇ હતી.

જી હા,  રક્ષાબંઘનને દિવસે જ બે અધમ ભાઇઓએ જ પોતાની બહેનની જ હત્યા કરી લૂટ કરી ભાગી છુટ્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.  રામોલમાં મહિલાની હત્યા રક્ષાબંધન મનાવી બે ભાઇઓ દ્વારા જ ઠંડા કલેજે કરવામાં આવી હતી.

બહેનને રક્ષાનું વચન અપી ગણતરીની ક્ષણોમાં પોતાનાં જ વચનને તહેસનહેસ કરી બે ભાઇઓએ જ બહેનની હત્યાને અંજામ આપ્યો અને તેના જ ઘરમા લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એ બે ભાઈઓની ગણતરીનાં દિવસોમાં જ ધરપકડ કરી લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews