Not Set/ રહિમ પર વધુ એક પત્રકારની હત્યાનો આરોપ,પરિવારજનો જોઈ રહ્યાં છે ન્યાયની રાહ.

ડેરા સચ્ચાં સોદાના પ્રમુખ રામ રહિમ વધુ એક વિવાદમાં ફસાયા છે.15 વર્ષ પહેલા સિરસામાં સાધ્વીઓ પર થયેલ યૌન શોષણ(બળાત્કાર)અંગેની તમામ સત્ય ઘટનાઓ પોતાના સમાચાર પત્ર “પૂરા સચ”માં છાપી જનતા સમક્ષ બાબાનું નગ્ન સત્ય લાવનાર પત્રકાર રામચંદેર છત્રપતિની હત્યાં અંગેનો આરોપ રહિમ પર લાદવામાં આવ્યો છે.પંચકુલામાં સીબીઆઈ કોર્ટ 28 ઓગષ્ટનાં રોજ બાબાના જેલવાસ અંગેની કુંડળી તૈયાર […]

India
download 1 રહિમ પર વધુ એક પત્રકારની હત્યાનો આરોપ,પરિવારજનો જોઈ રહ્યાં છે ન્યાયની રાહ.

ડેરા સચ્ચાં સોદાના પ્રમુખ રામ રહિમ વધુ એક વિવાદમાં ફસાયા છે.15 વર્ષ પહેલા સિરસામાં સાધ્વીઓ પર થયેલ યૌન શોષણ(બળાત્કાર)અંગેની તમામ સત્ય ઘટનાઓ પોતાના સમાચાર પત્ર “પૂરા સચ”માં છાપી જનતા સમક્ષ બાબાનું નગ્ન સત્ય લાવનાર પત્રકાર રામચંદેર છત્રપતિની હત્યાં અંગેનો આરોપ રહિમ પર લાદવામાં આવ્યો છે.પંચકુલામાં સીબીઆઈ કોર્ટ 28 ઓગષ્ટનાં રોજ બાબાના જેલવાસ અંગેની કુંડળી તૈયાર કરશે.જયાં વધુ એક પરિવાર આ ચુકાદાની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. રહિમ પર યૌન શોષણ ઉપરાંત પત્રકારની હત્યાં અંગેનો ગંભીર આરોપ લાગી ચુક્યો છે. આ પત્રકારે બાબાની તમામ કરતૂતો અંગેની પોલ ખોલી હતી.

પત્રકારે છાપેલાં સમાચાર સામે આવતાં જ 24 ઓક્ટોબર,2002ના રોજ છત્રપતિના ઘરની બહાર અજાણ્યા લોકોએ પત્રકારના શરીરને ગોળીઓથી વીંધી દીધુ હતું. છત્રપતિને ઘરમાંથી બહાર બોલાવી તેમને પાંચ ગોળીઓ મારવામાં આવી હતી.પત્રકાર સત્ય લખવાં માટેના આદિ હતાં.તેમના તલવારથી પણ ધારદાર શબ્દો દ્વારા તેઓ ધણાં લોકપ્રિય હતાં.તેમની હત્યા બાદ 25 ઓક્ટોબના રોજ સમગ્ર સિરસા શહેર બંધ રહ્યુ હતું.ત્યારથી લઈને આજ દિન સુધી પત્રકારનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. પત્રકારનો પુત્ર અંશુલ પિતાને ન્યાય અપાવવા માટે ધણાં લાબાં સમયથી સંઘર્ષ કરી રહ્યો છે.

જે  ચિઠ્ઠીને પત્રકાર છત્રપતિએ પોતના સમાચારપત્રમાં છાપી હતી.જેને તે સમયના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈ, પંજાબના ચીફ જસ્ટિસ  અને હરિયાણા હાઈકોર્ટ ઉપરાંત ઘણી જગ્યાએ મોકલવામાં આવી હતી ત્રણ પાનાની આ ચિઠ્ઠીમાં એક મહિલાએ બાબાના આશ્રમમાં થતાં મહિલાઓના શોષણ અને પોતાની આપવીતી કહી હતી.ત્યાર બાદ પંજાબ હરિયાણા હાઈકોર્ટે સિરસાં ડિસ્ટ્રીક અને સેશન જજને આ મુદ્દે ગંભીરતા પૂર્વક તપાસ કરવા અંગેનો આદેશ કર્યો હતો.