Not Set/ રાજકોટઃ મહાપાલિકાની જનરલ બોર્ડમાં હોબાળો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી

રાજકોટ ખાતે પ્રથમ વખત મનપાનું જનરલ બોર્ડ મીટીંગ મનપા કચેરી બહાર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાઇ છે. થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી સેનિટાઇઝ કર્યા બાદ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તમામને એન્ટ્રી આપવામાં આવી હતી. 2 ખુરશી છોડી એક વ્યક્તિને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠકમાં કોરોના અંગે ઉગ્ર ચર્ચા થઇ હતી. અને વિરોધપક્ષ અને શાસકો […]

Gujarat Rajkot
a615b0dfd22384b5ba4617bf23c367fe રાજકોટઃ મહાપાલિકાની જનરલ બોર્ડમાં હોબાળો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી

રાજકોટ ખાતે પ્રથમ વખત મનપાનું જનરલ બોર્ડ મીટીંગ મનપા કચેરી બહાર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાઇ છે. થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી સેનિટાઇઝ કર્યા બાદ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તમામને એન્ટ્રી આપવામાં આવી હતી. 2 ખુરશી છોડી એક વ્યક્તિને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠકમાં કોરોના અંગે ઉગ્ર ચર્ચા થઇ હતી. અને વિરોધપક્ષ અને શાસકો વચ્ચે ભારે ખેંચતાણ થઇ છે. જનરલ બોર્ડ મીટીંગની બહાર બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

કોરોનાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી મનપાના બદલે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં જનરલ બોર્ડ રાખવાનું આયોજન થયું છે. કોરોના અંગે ચર્ચા કરવાને બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટવ વચ્ચે ભારે હોબાળો થયો છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટરો વચ્ચે તું તું-મેં મે શરૂ થયું છે. બંને પક્ષના નેતાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.