Not Set/ રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 5 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જે બાદ હવે સ્વૈચ્છિક લોકડાઉન પર લોકોએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, આજથી રાજકોટમાં 10 દિવસ સુધી દુકાનો બંધ રહેશે. રાજકોટમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે સ્ટેશનરી પેપર એન્ડ બુક મર્ચન્ટ એસોસિએશને આ નિર્ણય કર્યો છે.  રાજકોટ મહાનગરનાં વિવિધ વિસ્તારો કોરોના વાઇરસ પ્રસરી […]

Gujarat Rajkot
8b57d38f0e27559e7647e84804ed7db0 રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન, સાંજે 5 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જે બાદ હવે સ્વૈચ્છિક લોકડાઉન પર લોકોએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, આજથી રાજકોટમાં 10 દિવસ સુધી દુકાનો બંધ રહેશે. રાજકોટમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે સ્ટેશનરી પેપર એન્ડ બુક મર્ચન્ટ એસોસિએશને આ નિર્ણય કર્યો છે. 

રાજકોટ મહાનગરનાં વિવિધ વિસ્તારો કોરોના વાઇરસ પ્રસરી જતા પોઝિટીવ કેસ સાથે મૃત્યુ દર ભયાવહ બનતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. તો બીજી વેપાર-ધંધામાં મંદી હોવા છતા અનેકવિધ વેપારી સંગઠનોએ હવે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો. કોરોના સંક્રમણમાં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે જરૂરી સોશ્યલ ડિસ્ટન્ટ હોવા છતા કોરોનાનો ચેપ લાગતા સંક્રમણની ચેન તોડવા વેપારી સંગઠનો આગળ આવી રહયા છે. રાજકોટમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, જેના કારણે હવે આજથી 10 દિવસ 5 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થવાના કારણે આ કડક નિર્ણય લેવાયો છે. જણાવી દઇએ કે, રાજકોટમાં દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ સુધી બંધ રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.