દુઃખદ/ નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ કુદયો એકસાથે બંનેવ ભાઈઓ મોતને ભેટે થયાં

તાજેતરમાં પંચમહાલના હાલોલમાંથી એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે જેમાં અરાદ રોડ ઉપર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નાહવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી બે સગા ભાઈઓના તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા અને બે કિશોરનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય […]

Gujarat
n2864719148f71b0f1d40fb942b8ca13be8c4181643e9d484414873a349eb93b487acad4e5 નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ કુદયો એકસાથે બંનેવ ભાઈઓ મોતને ભેટે થયાં

તાજેતરમાં પંચમહાલના હાલોલમાંથી એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે જેમાં અરાદ રોડ ઉપર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નાહવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી બે સગા ભાઈઓના તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા અને બે કિશોરનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરવા આવેલા પરિવારના 16 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો એક સાથે પાણીમાં ડૂબી મોતને ભેટતાં શોકનો માહોલ છવાયો છે. હાલોલ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમતબાદ બંને ભાઈના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પરિવાર તળાવ નજીક આવેલા મદારીવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણાના અને હાલ છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી હાલોલના મદારીવાસ રહી ફુગ્ગા વેચી પરીવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરીવારના બે પુત્રો નજીકમાં આવેલા ફાંટા તળાવમાં ગરમીથી બચવા અને તળાવના પાણીમાં ન્હાવાનો આંનદ માણવા માટે અન્ય બે મીત્રો સાથે ગયા હતા.

આ દરમિયાન બે સગ્ગા ભાઈ હેક દિનેશભાઇ વાઘેલા તેમજ કાળું દિનેશભાઇ વાઘેલા તળાવમાં નાહવા ગયા હતા. જેમાં કાળુ વાઘેલા ઉંડા પાણીમાં ગરકાવ થતાં બચવા માટે તે બુમો પાડવા લાગ્યો હતો. જેથી તેનો મોટોભાઈ હેક તેને બચાવવા દોડી ગયો હતો. આ દરમિયાન તે પણ પાણીમાં ડૂબી ગયો હતો. આમ બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. અને સાથી મિત્રો બહાર નીકળી ગયા હતા જેથી તેઓનો આબાદ બચાવ થતાં જ તેઓએ બુમા બૂમ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

  1. ત્યારબાદ આ અંગે હાલોલ પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી પાણીમાં ડૂબી ગયેલા બન્ને ભાઈઓને બહાર કાઢવા માટે હાલોલ ફાયર ફાયટરની ટીમ ને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી ભારે જેહમત બાદ બંને ભાઈઓના મૃતદેહ વારાફરતી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.