Not Set/ રાજકોટમાં 3 – ગોંડલમાં 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 103 પહોંચ્યો

લોકડાઉનમાં ભલે છુટછાટ મળી હોય પણ કોરોનાનો કહેર તો યથાવત જ છે તે ભૂલવાની ચેષ્ટા ભરે પડે તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જે રાજકોટમાં સૌથી પહેલો કોરોના કેસ નોંધવામાં આવ્યો હતો અને મહાનગરોમાં રાજકોટ જ એવુ શહેર – જીલ્લો છે જ્યા કોરોનાનો કહેર અત્યાર સુધીમાં સૌથી ઓછો જોવામાં આવ્યો છે. એક સમયે રાજકોટમાં માત્ર પાંચ પોઝિટિવ […]

Gujarat Others
157fbd7534f2486360f6ddbb1e5bcb3a રાજકોટમાં 3 - ગોંડલમાં 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 103 પહોંચ્યો

લોકડાઉનમાં ભલે છુટછાટ મળી હોય પણ કોરોનાનો કહેર તો યથાવત જ છે તે ભૂલવાની ચેષ્ટા ભરે પડે તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જે રાજકોટમાં સૌથી પહેલો કોરોના કેસ નોંધવામાં આવ્યો હતો અને મહાનગરોમાં રાજકોટ જ એવુ શહેર – જીલ્લો છે જ્યા કોરોનાનો કહેર અત્યાર સુધીમાં સૌથી ઓછો જોવામાં આવ્યો છે. એક સમયે રાજકોટમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ થઇ ગયા હતા અને કોરોનાએ રાજકોટને ટાર્ગેટ કર્યું હોય તેવી રીતે આજે રાજકોટમાં કોરોનાનો આંક 100 વટાવી ચૂક્યો છે. જી હા રાજકોટ જીલ્લામાં ફરી કોરોનાનો કહેર નોંધાતા 4 કેસ સામે આવ્યા છે. 

જીલ્લામાં સામે આવેલા નવા ચાર કેસમાં એક કેસ ગોંડલમાં નોંધવામાં આવ્યો છે. જ્યારે બાકીનાં ત્રણ કેસ રાજકોટ શહેરમાં સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ગોંડલનાં જામવાડી GIDC ગોંડલ ખાતે 18 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન રાજસ્થાનથી આવેલ છે. 

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોરોનાએ કાળો કહેર વર્તાવી દીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં કોરોના વાયરસનો ચેપ પ્રસરી રહ્યો છે. આજે વધુ ત્રણ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં રાજકોટના પદ્યુમનનગર, અમીનમાર્ગ અને પુષ્કરધામ વિસ્તારમાં ચેપની અસર જોવામાં આવતા સ્થાનિકો ફફડી ઉઠ્યાં છે. જંગલેશ્વર વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારોમાં કોરોનાના વાયરસના દર્દીઓ જોવા મળતા રાજકોટ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે વધુ  ત્રણ પોઝિટિવ કેસ સાથે રાજકોટ જીલ્લામાં કોરના પોઝિટિવનો આંકડો રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 20 મળી 103 પર પહોંચી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….