Not Set/ રાજકોટ/ આ જિલ્લા પંચાયત છે કોઈના બાપની પેઢી નથી : કિશોર પાદરીયાનો આક્ષેપ

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોર પાદરીયાએ જિલ્લા આરોગ્યની કામગીરી પર કર્યા ગંભીર આક્ષેપ કરતા જણાંવ્યું કે હાલ રાજકોટ જિલ્લામાં કોરોના નો ભય ફેલાયો છે તો પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવ્યા. કિશોર પાદરીયા કોંગ્રેસ થી બાળવો કરી ભાજપમાં ભળ્યા હતા. કિશોર પાદરીયા એ જણાવ્યું કે જિલ્લા પંચાયતની સીટ […]

Gujarat Rajkot
e385da538915b66f67fdeb9332e51be9 રાજકોટ/ આ જિલ્લા પંચાયત છે કોઈના બાપની પેઢી નથી : કિશોર પાદરીયાનો આક્ષેપ

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોર પાદરીયાએ જિલ્લા આરોગ્યની કામગીરી પર કર્યા ગંભીર આક્ષેપ કરતા જણાંવ્યું કે હાલ રાજકોટ જિલ્લામાં કોરોના નો ભય ફેલાયો છે તો પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવ્યા. કિશોર પાદરીયા કોંગ્રેસ થી બાળવો કરી ભાજપમાં ભળ્યા હતા.

કિશોર પાદરીયા એ જણાવ્યું કે જિલ્લા પંચાયતની સીટ દીઠ 20 બેડ પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવે જેથી ગ્રામ્યના લોકો ને તેમના વિસ્તારમાં જ સુવિધા ઉપલબ્ધ થાય. સરકાર ને પ્રસ્તાવ મુક્યો છે કે કોરોના ના લીધે ગ્રામ્ય ની શાળાઓ બંધ છે જો તે શાળાઓમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકો ને હાલાકી ન થાય અને ગ્રામ્યના લોકો ને સહેલાઈ થઇ સારવાર મળી શકે.

આરોગ્ય અધિકારી ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણે ટેસ્ટિંગ નથી થતા અને મોત ના આંકડા છુપાવામાં શું કામ આવે છે?  આ બધા પ્રશ્ન ની રજુઆત કલેક્ટર, આરોગ્ય સચિવ, જિલ્લા આરોગ્ય અધિકારી ને રજૂઆત કરશે અને ગ્રામ્યની આરોગ્ય લક્ષી સુવિધા વધારવાની કોશિશ કરશે.

આરોગ્ય અધિકારીને લેખિત માહિતી માંગી છે તેમ છતાં અત્યાર સુધી કોઈ માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી નથી. આ સાથે તેઓ એ ટકોર કરતા કહ્યું કે આ જિલ્લા પંચાયત છે કોઈ ના બાપની પેઢી નથી. આરોગ્ય સચિવ રાજકોટ આવશે ત્યારે તેઓ ને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવશે. પદાધિકારી જે માહિતી અધિકારી ને માંગે એ માહિતી અધિકારી  નથી આપતા જે અયોગ્ય છે જેની નોંધ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.