Not Set/ રાજકોટ/ ઓનર કિલિંગ મામલે 2 વર્ષ પહેલાં સરધારમાં થયેલ હત્યામાં આરોપીઓને મળી આ સજા…

આમ તો આપણા કહેવાતા ભદ્વ સમાજ માટે ઓનર કિલિંગનાં મામલા કલંક જ છે, અને માટે જ રાજકોટ જીલ્લાનાં સરધારમાં 2 વર્ષ પહેલાં ઓનર કિલિંગ  થયેલ હત્યા કેસમાં કોર્ટે દાખલા રુપ ચૂકાદો આપ્યો છે.  ઓનર કિલિંગનાં આ કેસની વિગતમાં ડોક્યું કરવામાં આવે તો 2 વર્ષ પહેલા આરોપીઓની દીકરીને પ્રેમ હોવા સબબ લગ્નનાં ઇરાદે ભગાડી જવાના બદલમાં ઉમેશ પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. […]

Gujarat Rajkot
a2c0a74f7519d8a80a7729fd58c3cbb2 રાજકોટ/ ઓનર કિલિંગ મામલે 2 વર્ષ પહેલાં સરધારમાં થયેલ હત્યામાં આરોપીઓને મળી આ સજા...

આમ તો આપણા કહેવાતા ભદ્વ સમાજ માટે ઓનર કિલિંગનાં મામલા કલંક જ છે, અને માટે જ રાજકોટ જીલ્લાનાં સરધારમાં 2 વર્ષ પહેલાં ઓનર કિલિંગ  થયેલ હત્યા કેસમાં કોર્ટે દાખલા રુપ ચૂકાદો આપ્યો છે. 

ઓનર કિલિંગનાં આ કેસની વિગતમાં ડોક્યું કરવામાં આવે તો 2 વર્ષ પહેલા આરોપીઓની દીકરીને પ્રેમ હોવા સબબ લગ્નનાં ઇરાદે ભગાડી જવાના બદલમાં ઉમેશ પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ હિચકારી ઘટનામાં પોલીસ દ્વારા કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ 9 આરોપીમાંથી 1 આરોપીની ચાલુ કેસ દરમ્યાન હત્યા થઇ ગઇ હતી. અને બાકી રહેલા 8 પર કેસ ચાલી ગયો હતો. 5 લોકોને શંકાનો લાભ આપી નિર્દેષ છોડવામાં આવ્યા છે. જ્યારે 3 આરોપીને તકસીરવાન ઠેરવ્યાની સાથે જ 10 વર્ષ ની સજા અને 5000 રૂપિયા દંડ ફાટકારવામાં આવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, રાજકોટની કોર્ટમાં ચાલેલ આ કેસમાં જજ વી.વી.પરમાર સાહેબ દ્વારા સજા સંભળાવવા આવી છે. જ્યારે સરકારી વકીલ રક્ષિત કલોલાની ધારદાર દદીલ બાદ 3 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવતા મરણજનારને ન્યાય થયાની સામાજીક લાગણી જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews