Not Set/ રાજકોટ/  જેતપુરમાં રોકેટ વધી રહેલા કોરોના કેસ, કુલ 11 દર્દીઓના મોત

  કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહેલ છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોધાયા ના હતા. જે અનલોક થતા જ રોકેટની ગતિએ વધી રહ્યાં છે. ગ્રામ્યના 53 કેસ સાથે 155 કેસ નોંધાય ચુક્યા છે.  અને 11 વ્યક્તિને કોરોના ભરખી ગયેલ છે. વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.  અને હવે ભારતમાં […]

Gujarat Rajkot
c07cb587738921a13e99a27260a624d8 રાજકોટ/  જેતપુરમાં રોકેટ વધી રહેલા કોરોના કેસ, કુલ 11 દર્દીઓના મોત
 

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહેલ છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોધાયા ના હતા. જે અનલોક થતા જ રોકેટની ગતિએ વધી રહ્યાં છે. ગ્રામ્યના 53 કેસ સાથે 155 કેસ નોંધાય ચુક્યા છે.  અને 11 વ્યક્તિને કોરોના ભરખી ગયેલ છે.

વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.  અને હવે ભારતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહયો છે. હાલ વિશ્વભરમાં કોરોનાની સ્થિતિમાં ભારત ત્રીજા નંબર ઉપર છે. અનલોક થતા ગુજરાત ના નાના શહેરો સુધી કોરોના હવે પહોચી ચૂક્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, એક સમયે જેતપુર અને તેના ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયેલ ના હતો.  

જે અત્યારે 155 ઉપર પોહોચીચૂક્યો છે. અહીં રોજે રોજ 3 થી 5 નવા કેસ આવી રહ્યા છે, લોકડાઉન દરમિયાન અહીં કોઈ લોકો ને આવા જવા ઉપર પ્રતિબંધ હતો. જેવું લોકડાઉન ખુલ્યું અને અનલોક થયું કે અહીં અમદાવાદ, સુરત, વડોદરા મુંબઈ બધા મોટા શહેરો માંથી લોકો ની અવર જવર વધી હતી. અને સાથે કોરોને પણ પગ પેસારો કર્યો. અને પોતાનો પગદંડો જમાવ્યો છે.

સરકાર દ્વારા અહીં સતત જાગરુકતા લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અહીં જેતપુર માં જ સ્થાનિક લેવલ માં કોરોના ના રિપોર્ટ કરવા માટે ની વ્યવ્યસ્થા કરવા માં આવી છે, જેતપુર ના મામલતદાર અને  સરકારી અધિકારી ઓ કોરોના ની સ્થિતિ ઉપર ખાસ નજર રાખી રહ્યા છે.  

 જેતપુર માં કોરોના ની સ્થિતિ ની વાત કરીયે તો રોજ અહીં 3 થી 5 કેસ ના  વા નોંધાય છે અને  હાલ જેતપુર ના ગ્રામ્ય વિસ્તાર માં 53 જેટલા કેસ નોંધાયેલ છે અને જેતપુર 158 જેટલા કેસ નોંધ્યા ચુક્યા છે, અને કોરોના થી 11 લોકો ના મોત થઇ ચુક્યા છે, આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને સતત જાગૃત કરવા માટે, સતત પ્રયત્નશીલ છે, દરેક ગામડે લોકો ને જાગૃત કરવા માટે કોરોના સામે રક્ષણ આપવા માટે આર્યુવેદીક ઉકાળા અને લઈ ને ધન્વંતરિ રથ ને ગામડે ગામડે ફેરવી ને લોકો ને સતત સાવચેત રહેવા માટે કહેવા માં આવે છે, સાથે લોકો ને સેનિટાઇઝેશન, માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સીગ માટે ખાસ સલાહ આપવા માં આવી રહી છે.

તો વધી રહેલા કોરોના કહેર વચ્ચે હાલ લોકો માં ઘણી બેદરકારી જોવા મળી રહી છ.  લોકો બેદરકાર બની ને સેનિટાઇઝેશન, માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સીગ જેવા સાવચેતી ના પગલાં ને અવગણી રહ્યા છે, ત્યારે જાગૃત નાગરિકો આ બાબતે લોકો જાગૃત થાય અને સરકાર ને સહયોગ આપે તે જરૂરી છે.

નીલેશ મારૂ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.