Not Set/ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક એટલે કે, RDC બેંકની ચૂંટાયેલી જાહેર, જાણો શુ કહ્યું રાદડિયાઓ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક એટલે કે, RDC બેંકની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ રહી છે, જો કો મુદત તો ઘણા સમય પહેલા જ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ કોરોનાકાળનાં કારણે મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. વધારાયેલી મુદત હાલ પૂર્ણ થઇ રહી હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂટણી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં સહકારી ક્ષેત્ર પરનાં આધિપત્યનુ એપી સેન્ટર ગણાતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ […]

Gujarat Rajkot
40b62ccfb4f9bd7334276fa334294d8e રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક એટલે કે, RDC બેંકની ચૂંટાયેલી જાહેર, જાણો શુ કહ્યું રાદડિયાઓ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક એટલે કે, RDC બેંકની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ રહી છે, જો કો મુદત તો ઘણા સમય પહેલા જ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ કોરોનાકાળનાં કારણે મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. વધારાયેલી મુદત હાલ પૂર્ણ થઇ રહી હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂટણી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં સહકારી ક્ષેત્ર પરનાં આધિપત્યનુ એપી સેન્ટર ગણાતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રનાં રાજકીય માહોલમાં ગરમારો જોવામાં આવી રહ્યો છે.  

આગામી 7 જુલાઇ થી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ કરવામાં આવશે અને 26 જુલાઇના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની 17 બેઠક માટે મતદાન યોજાશે. આપને જણાવી દઇએ કે RDC બેંકમાં હાલમાં રાજ્ય કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચેરમેન છે અને પૂર્વે આ પદ્દ પર સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વમંંત્રી તેમજ જયેશ રાડદિયાનાં પિતા વિઠ્ઠલભાઇ રાદડિયા બીરાજતા હતા, નાદુરસ્ત તબિયતનાં કારણે તેમનાં સ્થાને બાદમાં જયેશ રાદડિયા નિમણુંક પામેલા.   

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીની જાહેરાત કરતા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર મગનભાઈ ઘોણીયાએ મોટું નિવેદન આપ્યું છે. ધોણીયા દ્વારા સામે આવતા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો બિનહરીફ થશે. 

બેંકના ડિરેક્ટર મગનભાઈ ઘોણીયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સહકારી ક્ષેત્રમાં બંને પક્ષ એટલે કે, કોંગ્રેસ અને ભાજપના નેતા સાથે મળી કામ કરે છે. તમામ નેતાઓ સાથે મળીને ખેડૂતો માટે કામ કરતા હોય ત્યારે મહદઅંંશે ચૂંટણી બિનહરીફ થાય તે સ્વાભાવીક છે. 

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થતા ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા પિતાએ 22 વર્ષ બેંકનું સફળ સંચાલન કર્યું એનું મને ગૌરવ છે. તમામ 17 બેઠકો બિનહરીફ જ થશે. બેંક સાથે સવા બે લાખ ખેડૂતો જોડાયેલા છે. બેંક દ્વારા ટૂંકી મુદતનું 0 ટકાએ ધિરાણ આપવામાં આવે છે. ખેડૂતો મુશ્કેલીમાં આવે ત્યારે બેંક તેમની સાથે ઉભી રહેલી હતી અને રહેલી જોવા મળશે. આ પહેલી વખત હશે જ્યારે મારા પિતાની ગેરહાજરીમાં બેંકની ચૂંટણી થશે. આમ તો સહકારી ક્ષેત્રમાં રાજકારણ નથી હોતું. અને માટે જ અમને આશા છે કે, તમામ 17 બેઠકો બિનહરીફ જ હશે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews