Not Set/ રાજકોટ ડેરી અને લોધીકા સંઘની ચૂંટણીની ગતીવિધીઓથી સહકારીક્ષેત્રમાં ગરમાવો

રાજ્યભરમાં સ્થાનીક સહકારી આગેવાનોની પ્રતિષ્ઠાનો જંગ સમી સ્થાનીક સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સહકારીક્ષેત્રની ચૂંટણી અને તેને લગતી ગતીવિઘીને કારમે હાલ રાજકીય માહોલમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. રોજરોજ બદલાતા સહકારીક્ષેત્રનાં પરિપેક્ષને કારણે સ્થાનીક લોકોમાં ભારે ઉત્કંઠા જોવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ બે મહત્વની સહકારી સંસ્થાનોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વાત કરવામાં આવે […]

Gujarat Rajkot
52a1b579f1611206e73817ecf27e7ce1 રાજકોટ ડેરી અને લોધીકા સંઘની ચૂંટણીની ગતીવિધીઓથી સહકારીક્ષેત્રમાં ગરમાવો

રાજ્યભરમાં સ્થાનીક સહકારી આગેવાનોની પ્રતિષ્ઠાનો જંગ સમી સ્થાનીક સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સહકારીક્ષેત્રની ચૂંટણી અને તેને લગતી ગતીવિઘીને કારમે હાલ રાજકીય માહોલમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. રોજરોજ બદલાતા સહકારીક્ષેત્રનાં પરિપેક્ષને કારણે સ્થાનીક લોકોમાં ભારે ઉત્કંઠા જોવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ બે મહત્વની સહકારી સંસ્થાનોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.

વાત કરવામાં આવે રાજકોટ ડેરીની ચૂંટણીની તો રાજકોટ ડેરીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળવાનું કારણ છે કે, આજે રાજકોટ ડેરીની ચૂંટણી માટે 5 થી વધુ ઉમેદવારો ફોર્મ ભરવાનાં છે. દિલીપ સખીયાનું જૂથ આજે ફોર્મ ભરશે. આ તમામ લોકો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ફોર્મ ભરશે તેવી વિગતો વિદિત છે.  આજે 1 વાગ્યા સુધીમાં ઉમેદવારો ફોર્મભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. જો કે,કેબિનેટ મંત્રી અને RDC બેંકનાં ચેરમેન જયેશ રાદડિયા આ ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. 

વાત કરવામાં આવે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની તો સંધના વર્તમાન વાઇસ ચેરમેન મનસુખ સરધારાનું ફોર્મ ચૂંટણી આધિકારી દ્વારા માન્ય રાખવામાં આવતા નીતિન ઢાંકેચા જૂથે રાહતનો શ્વાસ લીધો છે. આપને જણાવી દઇએ કે, ઢાંકેચા જૂથેનાં મનસુખ સરધારાના ફોર્મમાં બે વાંધા રજૂ કરાયા હતા. પ્રાંત અધિકારીને અરજદારે રજૂઆત કરી હતી.  અધિકારીએ બંને વાંધા ઉપર અભ્યાસ કરી ફોર્મ માન્ય રાખ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews