સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેસનની મામલે ચેરિટી કમિશનર તરફથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યો છે. જી હા, બહુ ચર્ચિત સોમાની ચૂંટણી ફરી યોજાશે તેવી જાહેરત કરતો હુકમ ચેરિટી કમિશનર દ્વારા કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વે સોમાની ચૂંટણીમાં મતદાનને વિવાદ લઈ થયો હતો. ચૂંટણીમાં સમીર શાહને ખોટા પુરાવા અને આધાર રજૂ કરવા બદલ 10 હાજર રૂપિયા PTA ફંડમાં જમા કરાવવાનો આદેશ પણ ચેરિટી કમિશનર દ્વારા આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણવી દઇએ કે, સૌરાષ્ટ્ર ઓલ મીલ એસોસિયેસનને ગુજરાતનાં ગણ્યા ગાઠ્યા સૌથી પાવર ફૂલ એસોસિયેસનોમાંનુ એક ગણવામાં આવે છે અને ખાદ્યતેલનાં ભાવથી માંડીને અનેક બાબતો નક્કી કરવામાં સોમા મહત્વનું સ્થાન ઘરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
