Not Set/ રાજકોટ/ ભાદર – 2 અને મોજ ડેમ પણ થયા ફરી ઓવરફ્લો, પાંચ-પાંચ દરવાજા ખોલાયા…

સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ગઇ કાલથી સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટ જીલ્લાની તો જીલ્લામાં જેતપૂર – ધોરાજી – ગોંડલ પંથકમાં સારો વરસાદ પડતા ફરી એક વખત નદીઓ બે કાંઠે જોવામાં આવી રહી છે. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે રાજકોટ જીલ્લાનાં તમામ મોટા ડેમ ફરી ઓવરફ્લો થયાનું સામે […]

Gujarat Rajkot
2af3285c3e7631b32d06003333547181 રાજકોટ/ ભાદર - 2 અને મોજ ડેમ પણ થયા ફરી ઓવરફ્લો, પાંચ-પાંચ દરવાજા ખોલાયા...

સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ગઇ કાલથી સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટ જીલ્લાની તો જીલ્લામાં જેતપૂર – ધોરાજી – ગોંડલ પંથકમાં સારો વરસાદ પડતા ફરી એક વખત નદીઓ બે કાંઠે જોવામાં આવી રહી છે. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે રાજકોટ જીલ્લાનાં તમામ મોટા ડેમ ફરી ઓવરફ્લો થયાનું સામે આવી રહ્યું છે. જેતપૂરનો ભાદર- 1 ડેમ ઓવરફ્લો થયાની સાથે ભાદરમાં પાણીની આવક વધતા ભાદર નદી પર જ આવેલો બીજો ડેમ એટલે કે ભાદર – 2 પણ એવરફ્લો થયો છે. સાથે સાથે ઉપલેટા અને ઉપરવાસમાં સારા વરસાદનાં પગલે મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. 

ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે મોજ ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ભારે પાણીની આવકને કારણે પાણીની સપાટી મેન્ટેઇનકરવા આવક જેટલી જ જાવક પણ શરુ કરવામાં આવતા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નદીનાં ધસમસતા પાણી નીચાણવાળા વિસ્તારો પ્રસરી જતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ગઢાળા ગામનો કોઝવે ઉપરથી ત્રણ ફૂટ પાણી ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. 

સાથે સાથે જેતપૂરનો ભાદર – 1 ઓવરફ્લો થતા ધોરાજીનાં ભૂખી પાસે આવેલ ભાદર – 2 ડેમ પણ ઓવર ફ્લો થયો છે. ભાદર-2 ડેમનાં 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં થઇ રહેલી પાણીની 27906 ક્યુસેક આવકની સામે તેટલી જ જાવક મેઇન્ટેન કરવામાં આવી રહી છે. ભાદર બે કાંઠે હોવાનાં કારણે તમામ નદી વિસ્તારને અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.  

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews