Not Set/ રાજકોટ/ વિસંગત મૃત્યુ આંક : COVID-19 અખબારી યાદી ક્રમાંક – 254 પ્રમાણે 4 અને સ્થાનિક આંકડા પ્રમાણે 25નાં મોત

પાછલા લાંબા સમયથી ચાલ્યો આવતો કોરોનાનાં ક્રમ હુજ પણ રાજકોટ મામલે યથાવત જળવાઇ રહેલો જોવામાં આવી રહ્યો છે અને આજે પણ રાજકોટનાં અધધધ મોત અને સંક્રમણનાં આંકડા સામે આવ્યા છે.   ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે અને આરોગ્ય સચિવને પણ આ મામલે જ રાજકોટ દોડવું પડી રહ્યું છે. પાછલા લાંબા સમયથી […]

Gujarat Rajkot
479f3db142e6c0038a20875c357fe6e0 1 રાજકોટ/ વિસંગત મૃત્યુ આંક : COVID-19 અખબારી યાદી ક્રમાંક - 254 પ્રમાણે 4 અને સ્થાનિક આંકડા પ્રમાણે 25નાં મોત

પાછલા લાંબા સમયથી ચાલ્યો આવતો કોરોનાનાં ક્રમ હુજ પણ રાજકોટ મામલે યથાવત જળવાઇ રહેલો જોવામાં આવી રહ્યો છે અને આજે પણ રાજકોટનાં અધધધ મોત અને સંક્રમણનાં આંકડા સામે આવ્યા છે.  

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે અને આરોગ્ય સચિવને પણ આ મામલે જ રાજકોટ દોડવું પડી રહ્યું છે. પાછલા લાંબા સમયથી જે રીતે રાજકોટમાં અધધધ સંક્રમણનાં આંકડા સામે આવે છે તેવી જ રીતે ગઇ કાલ એટલે કે પાછલા 24 કલાકમાં  શહેરમાં કોરોનાના નવા અધધધ પોઝિટિવ કેસ નોંધવમાં આવ્યા છે. 

સંક્રમણની સાથે સાથે રાજકોટ માટે રોજે રોજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડામાં પણ લાંબા સમયથી સ્થાનિક આંકડા સાથેની સરખાણીમાં મોટી વિસંગતતા જોવામાં આવે છે અને આ સીલસીલો પણ યથાવત જળવાઇ રહ્યો છે. ગુજરાત સરકારના આકડા પ્રમાણે ગઇકાલ એટલે કે વિતેલા 24 કલાકમાં રાજકોટમાં ફક્ત 4 દર્દીના મોત થયાનું નોંધવામાં આવે છે. જ્યારે સ્થાનિક સ્તરે આપવામાં આવતા આંકડામાં આ સંખ્યા અધધધ 25ની સામે આવે છે. 

જી હા, ગુજરાત સરકારનાં આરોગ્‍ય અને‍પરિવાર કલ્યાણ‍વિભાગ,‍ ગાાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી COVID-19 અખબારી યાદી ક્રમાંક: 254 પ્રમાણે રાજકોટમાં ગઇકાલે ફક્ત 4 લોકોનાં કોરનાનાં કારણે મોત નીપજ્યા છે. 4 મરણજનાર લોકોમાં શહેરમાં 3 અને ગ્રામ્યમાં 1 મોત નોંધવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે સ્થાનિક આંકડા પ્રમાણે નોંધવામાં આવેલા 25 મોતમાં રાજકોટ સિવલમાં 22 મોત અને ખાનગી હોસ્પિટલોમાં 3 મોત નોંધવામાં આવ્યા છે.  

લાગે છે કે, જ્યાં સુધી કોરોના રહેશે ત્યાં સુધી આ આંકડાઓની વિસંગતતા પણ જળવાઇ રહેશે , કારણ કે લાંબા સમયથી આ મામલે વિવાદો ચાલી રહ્યા છે અને સરકાર અને વિરોધપક્ષ અમને સામને જ જોવામાં આવી રહ્યો છે. હવે તો લોકોમાં પણ આ આંકડાને કારણે અસમંજસ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews